બોલીવૂડની ક્વીન કંગના રનૌત(kangana-ranaut)નો વિવાદાસ્પદ રિયાલિટી શો લોક અપ(Lock Upp) હવે ફિનાલેની નજીક છે. આ શોના ત્રણ ફાઇનાલિસ્ટ બચ્યા છે, જેમાં શિવમ શર્મા, મુનવ્વર ઈકબાલ ફારૂકી અને પ્રિન્સ નરુલાના નામ સામે આવ્યા છે. સોશિયલ મીડિયા પર એડલ્ટ કન્ટેન્ટ આપવા માટે જાણીતી પૂનમ પાંડે (poonam pandey) પણ આ શોનો એક ભાગ છે. હાલમાં જ તેણે વોટ માટે જે કર્યું છે, તેના કારણે ફરી એકવાર ચર્ચામાં આવી છે.
આ શો માં રહેવા માટે પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી પૂનમ પાંડેએ કહ્યું કે, "જો તમે મને ફુલ વોટ આપશો તો આ વખતે હું ટી-શર્ટ ઉતારીશ, કદાચ બ્રા પણ ઉતારી દઇશ.” આ પહેલીવાર નથી જ્યારે પૂનમ પાંડેએ તેના ચાહકોને આવું બોલ્ડ વચન આપ્યું હોય. આ પહેલા પણ તે આવા વચનો આપી ચૂકી છે. જેના કારણે તે ચર્ચામા પણ રહે છે.