

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પોતાની બોલ્ડ તસવીરો અને વીડિયો દ્વારા ઇન્ટરનેટ પર છવાયેલી રહેતી મોડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડે (Poonam Pandey) હાલમાં તેની પર્સનલ લાઇફને કારણે ચર્ચામાં છે. તેણે 2 મહિના પહેલાં જ સેમ બોમ્બે સાથે લગ્ન કર્યા છે. જે બાદ પૂનમનાં પતિ દ્વારા મારઝૂડનાં સમાચાર સામે આવ્યાં. જે બાદ પૂનમે અને સેમે સમજૂતી કરી લીધી અને હવે પૂનમ પાંડેની પ્રેગ્નેન્સી (Pregnancy)ની ખબર સામે આવી રહી છે. ઘણાં ફેનપેજ અને મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે પૂનમ પાંડે પ્રેગ્નેન્ટ છે.. જેનાં પર પૂનમે ચુપ્પી તોડી છે. (Photo Credit- @ipoonampandey/Instagram)


રિપોર્ટ મુજબ હાલમાં જ પૂનમે તેની પ્રેગ્નેન્સીની રિપોર્ટ પર કહ્યું કે, જો આમાંથી કંઇપણ સત્ય હોય તો હું આપને જાતે જ કન્ફર્મ કરીશ. આ રીતે પૂનમે ન ફક્ત ફેલાઇ રહેલી પ્રેગ્નેન્સીની વાતનો ઇન્કાર કર્યો છે કે ન તો તેને સત્ય ગણાવી છે. (Photo Credit- @ipoonampandey/Instagram)


આપને જણાવી દઇએ કે પૂનમ પાંડે થોડા દિવસ પહેલાં મુશ્કેલીમાં મુકાઇ ગિ હતી તેનાં પર ગોવામાં અશ્લીલ વીડિયો શૂટ કરવાનો આરોપ લાગ્યો હતો. ગોવાની એક મહિલા વિંગે અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરાવી હતી. મીડિયા રિપોર્ટ્સની માનીયે તો, આ મામલે પૂનમ પાંડે અને તેનાં પતિને સરકારી પ્રોપ્રટી પર અશ્લીલ વીડિયો શૂટ કરવાનાં આરોપમાં અટકાયતમાં લેવામાં આવ્યાં હતા. (Photo Credit- @ipoonampandey/Instagram)


જોકે આ મામલે કોર્ટે પૂનમ અનેતેનાં પતિને મુંબઇ જવાની પરવાનગી આપી દીધી હતી જે બાદ બંને 13 નવેમ્બરનાં પરત આવ્યાં હતાં. આ પહેલાં પૂનમ સાથે મારઝૂડ કરવાનાં આરોપમાં પતિ સેમ બોમ્બે વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી થઇ હતી. (Photo Credit- @ipoonampandey/Instagram)