મોડલ-એક્ટ્રેસ પૂનમ પાંડે (Poonam Pandey) તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. તે દરરોજ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની બોલ્ડ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જેના કારણે તેને હંમેશા ટ્રોલનો શિકાર બનવું પડે છે. ફરી એકવાર પૂનમ પાંડે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે. આ વખતે લોકો પૂનમ પાંડેને તેના ડ્રેસના કારણે ટ્રોલ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પૂનમ પાંડે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર જોવા મળી હતી, જ્યાં તેણે બ્લેક બોડીસૂટ પહેર્યો હતો. (ફોટો ક્રેડિટ્સ: Instagram @viralbhayani)
પૂનમ અન્ય ઘણી ઇવેન્ટ્સમાં પણ હાજર રહી હતી અને કેટલાક મેગેઝિનના કવર પેજ પર પણ જોવા મળી હતી. તમને જણાવી દઈએ કે મનોરંજનની દુનિયામાં જોડાતા પહેલા પૂનમ પાંડે કોલેજમાં એથ્લેટ હતી અને તેણે હાઈ જમ્પ, રિલે રેસમાં પણ ભાગ લીધો હતો. પૂનમ પાંડે અવારનવાર પોતાના બોલ્ડ અંદાજ માટે ચર્ચામાં રહે છે. પૂનમે 2011માં ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે ન્યૂડ હોવાનું કહીને ભારે ચકચાર મચાવી હતી. (ફોટો ક્રેડિટ્સ: Instagram @poonampandeystudios)
પૂનમ પાંડે લાંબા સમયથી વિવાદો સાથે સંકળાયેલી છે, પછી તે ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન તેનું નિવેદન હોય કે પછી લગ્નના થોડા સમય બાદ તેના પતિ સેમ બોમ્બે પર ગંભીર આરોપો લગાવ્યા હોય. આ વિવાદો સિવાય પૂનમ પાંડે તેના ફોટા અને વીડિયોના કારણે ઘણી વખત વિવાદોમાં રહી છે. (ફોટો ક્રેડિટ્સ: Instagram @poonampandeystudios)