

પશ્ચિમ બંગાળ (West Bengal)ના બશીરહાટથી તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress)ની સાંસદ નુસરત જહાં (Nusrat Jahan) રાજનીતિ સાથે બાંગ્લા ફિલ્મો અને સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ હોય છે. નૂસરત જહાં અવાર નવાર સોશિયલ મીડિયા (Social Media) પોતાના ફેન્સ માટે સુંદર તસવીરો પોસ્ટ કરતી રહેતી હોય છે. હાલમાં જ નૂસરત જહાંએ સાડીમાં કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે. જેમાં તેમની સ્ટાઇલ તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. લોકડાઉન વચ્ચે પણ નૂસરતે ઘરે જ સરસ ફોટોશૂટ (Photoshoot) કરાવ્યો હતો. તસવીરો જુઓ તેનો આ અંદાજ.


નૂસરત જહાંએ તેના લેટેસ્ટ ફોટોશૂટમાં ગોલ્ડન સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે આમાં બ્રાઇડલ મેકઅપ કર્યો હતો. અને તેનો ગ્લેમરસ લૂક જોતા જ બનતો હતો.


વાંકડિયા વાળમાં નૂસરત જહાંના આ ફોટોઝ ફેન્સને ખૂબ જ પસંદ આવ્યા હતા. લોકોએ તેના ખૂબ જ વખાણ કર્યા હતા.


ઉલ્લેખનીય છે કે હાલમાં નૂસરતના લગ્નની પ્રથમ વર્ષગાંઠ ગઇ છે. ત્યારે નૂસરતની આ તસવીરોમાં લોકો તેની સાડીના ખૂબ વખાણ કરતા હતા. વળી કેટલાક ફેન્સ તેની આવનારી ફિલ્મ વિષે જાણકારી પણ માંગતા હતા


ઉલ્લેખનીય છે કે નૂસરત હંમેશા પોતાના ક્લોઝ અપ ફોટો શેર કરતી રહેતી હોય છે. અને તેને મેકઅપ કરવાનો પણ શોખ છે. આ પહેલા તેણે કેટલીક વાર પોતાનો મેકઅપ જાતે કરીને પણ તસવીરો પોસ્ટ કરી છે.