સુશાંત સિંઘ રાજપૂતનું નિધન થઇ ગયુ છે ગત કેટલાંક દિવસોથી તેની જુની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. આ તસવીરો પણ તેમાંની જ છે. સુશાંત અને જેક્લિનની આ તસવીરો તેમની ફિલ્મ 'ડ્રાઇવ'ની છે. આ ફિલ્મ ધર્મા પ્રોડક્શનનાં બેનર હેઠળ બની હતી. જેને વર્ષ 2018માં રિલીઝ થવાનું હતું. પણ કોઇ કારણ સર આ ફિલ્મ રિલીઝ ન થઇ અને તેની ડેટ વર્ષ 2019માં ખસેડવામાં આવી હતી. જોકે ત્યારે પણ આ ફિલ્મ રિલીઝ ન થઇ શકી બાદમાં તેને નેટફ્લિક્સ પર 1 નવેમ્બર 2019નાં રિલીઝ કરી દેવામાં આવી હતી.