અમીષા પટેલની તસવીરો જોઈને તેની ઉંમરનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. અભિનેત્રીની આકર્ષક સ્ટાઈલ અને ફિટનેસ જોઈને કોઈ એમ ન કહી શકે કે તે 47 વર્ષની છે. અમીષા પટેલની તસવીરો દરેક વખતે અલગ અને બોલ્ડ અંદાજમાં જોવા મળે છે. અમીષા પટેલ આજકાલ ગદર 2 ના પ્રમોશનમાં વ્યસ્ત છે. થોડા સમય પહેલા તે સલમાન ખાનના શો બિગ બોસ 16ના સ્ટેજ પર પણ જોવા મળી હતી. તેની સાથે તેનો તારા સિંહ એટલે કે સની દેઓલ પણ જોવા મળ્યો હતો. (Pic- ameeshapatel9_instagram)
અમિષા પટેલે કહોના પ્યાર હૈ, ગદ્દર એક પ્રેમકથા, હમરાઝ જેવી ઘણી સુપરહિટ ફિલ્મો કરી છે. પણ આજનાં સમયમાં ફિલ્મોનો હિસ્સો રહીને પણ આ એક્ટ્રેસ આજે બિગ સ્ક્રિનથી દૂર છે. અમીષા હાલમાં ફિટનેસ ફ્રિક બની ગઇ છે. તમને જણાવી દઈએ કે અમીષા પટેલના ઈન્સ્ટાગ્રામ પર સાડા ચાર મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જેઓ તેને ખૂબ જુએ છે અને લાઈક કરે છે. (Pic- ameeshapatel9_instagram)