કેડબરીની એડવર્ટાઇઝમેન્ટમાં જે યુવતીની માસૂમિયત અને ખુબસુરતી પર લોકો ફિદા થઇ ગયા હતાં તે એક્ટ્રેસ વરીના હુસૈન (Warina Hussain) જે મૂળ રૂપથી અફઘાનિસ્તાન (Afghanistan)ની રહેવાસી છે. વરીનાનાં પિતા ઇરાક અને માતા અફઘાનિસ્તાનની છે. વરીનાને સલમાન ખાનનાં બનેવી આયુષ શર્મા (Ayush Sharma)ની સાથે ફિલ્મ 'લવયાત્રી' (Loveyatri)માં જોવા મળી હતી. વરીનાની સુંદરતાની ચર્ચા તો ખુબજ થઇ. પણ તેને સફળતા ન મળી. એક્ટ્રેસે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. (PHOTO: Warinahussain/Instagram)