ઉર્ફી જાવેદ છેલ્લા ઘણાં દિવસોથી કોઇને કોઇ રીતે ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક કપડા તો ક્યારે પોલિસ કેસ, આમ ક્યારેક કોઇ સેલિબ્રિટી સાથે માથાકૂટ કર્યા પછી લાઇમલાઇટમાં રહેતી હોય છે. જો કે ઉર્ફી જાવેદ ફરી એક વાર પોતાના કપડાને લઇને ચર્ચામાં આવી છે. એક્ટ્રેસ મુંબઇના ખાર વિસ્તારમાં જોવા મળી હતી જ્યાં ઓલ બ્લેક ડ્રેસ પહેર્યો હતો. ઉર્ફીનો આ ડ્રેસ ઘણો ચર્ચામાં રહ્યો છે. (ફોટો સૌજન્ય: Viral Bhayani)