કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્ન જેસલમેર સ્થિત સૂર્યગઢ પેલેસમાં થશે. કપલના લગ્નના ફંક્શન 5 ફેબ્રુઆરીથી શરૂ થઇ ગયા છે. કપલની સાથે-સાથે એમના નજીકના મિત્રો તેમજ સગા-સંબંધીઓ પણ વેડિંગ વેન્યૂ પર પહોંચી ગયા છે. શાહિદ કપૂર, મીરા રાજપૂત અને ઇશા અંબાણી પણ પહોંચી ગયા છે. તો જાણી લો તમે પણ આ સ્વીટ કપલની લવ સ્ટોરી સહિત એમના ટોટલ નેટવર્થ પર.. (તસવીર: ઇન્સ્ટાગ્રામ @kiaraaliaadvani)
કિયારા આ બધી જ ફિલ્મો વચ્ચે સૌથી લકી એમએસ ધોની ફિલ્મથી થઇ. આ એની લાઇફનો એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થયો હતો. આ ફિલ્મ રિલીઝ થયા પછી 30 વર્ષની ક્યૂટ અભિનેત્રીએ ક્યારે પણ કામમાં આળસ કરી નથી. તમને જણાવી દઇએ કે કિયાર-સિદ્ધાર્થની લવ સ્ટોરી શેરશાહના શૂટિંગ દરમ્યાન શરૂ થઇ હતી. ફિલ્મની સાથે આ બન્નેની કેમેસ્ટ્રી ઓફ સ્ક્રીન પણ લોકોને ખૂબ પસંદ પડી હતી. (તસવીર: ઇન્સ્ટાગ્રામ @kiaraaliaadvani)
જો કે તમને એક વાત જાણીને નવાઇ લાગશે કે આજે ભલે કિયારા બોલિવૂડમાં પોતાની પોઝિશન બદલવા માટે સંઘર્ષ કરી રહી હોય પરંતુ આજે એ કરોડોની સંપત્તિની માલકિન છે. મિડીયા રિપોર્ટ્સ અનુસાર કિયારાનું નેટવર્થ એટલે કે કુલ સંપત્તિ 3 મિલિયન ડોલર (લગભગ 23 કરોડ રૂપિયા) છે. કિયારની પાસે બે મર્સિડીઝ બેન્ઝ E220 D છે, જેની કિંમત 60 લાખ રૂપિયા છે. મૂંબઇમાં પોતાનું ઘર પણ છે. (તસવીર: ઇન્સ્ટાગ્રામ @kiaraaliaadvani)
લગ્નના તાંતણે બંધાયા પછી કપલની પ્રોપર્ટીની વાત કરીએ તો બન્નેની મળીને 103 કરોડ રૂપિયાની સંપત્તિ છે. સિદ્ધાર્થની મહિનાની કમાણી 50 લાખથી પણ વધારે છે. વર્ષમાં 6 કરોડ જેટલી કમાણી કરી લે. છે, જ્યારે કિયારા મહિને લગભગ 30 થી 40 લાખ રૂપિયાની કમાણી કરી લે છે. આમ જો વાત કરીએ તો વર્ષના 2 થી 3 કરોડ રૂપિયા કમાણી કરે છે. (તસવીર: ઇન્સ્ટાગ્રામ@@ksidmalhotra)