બોલીવૂડ અભિનેત્રી મનીષા કોઇરાલા એની દમદાર એક્ટિંગથી આજે પણ લોકોના દિલમાં રાજ કરે છે. એક્ટિંગ અને ખૂબસુરતી મામલે મનીષા અનેક લોકોને ટક્કર આપે છે. એક્ટ્રેસ 90નાં દશકમાં ફેમસ અને લિડીંગ એક્ટ્રેર્સમાંથી એક રહી છે. જો કે હવે એકાએક ફિલ્મોથી દૂર થઇ ગઇ છે. આ પાછળ એક નહીં, પરંતુ અનેક કારણો જવાબદાર છે. જેમાં વિવાદીત તસવીર અને કેન્સર મુખ્ય કારણ રહ્યું છે. કેન્સરને કારણે મનીષાને અનેક પ્રકારનું દુખ સહન કરવું પડ્યુ હતુ.
મનીષાએ એક નેપાળી ફિલ્મથી પોતાની એક્ટિંગની શરૂઆત કરી હતી. બોલિવૂડમાં સુભાષ ધાઇને કારણે મનીષાને સ્થાન મળ્યુ હતુ. જો કે આ ફિલ્મ સુપર હિટ રહી હતી, પરંતુ આ પછીની ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. મનીષાએ બોમ્બે જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યુ છે. જો કે આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ પડી હતી. આ માટે મનીષાને એવોર્ડ પણ મળ્યો હતો.