એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સુમોના ચક્રવર્તી (Sumona Chakravarti) ટીવીની ફેમસ એક્ટ્રેસ છે. 24 જૂન 1988માં નવાબોનાં શહેર લખનઉમાં જન્મી છે. તેણે વર્ષ 1999માં આમિર ખાન (Aamir Khan)ની ફિલ્મ 'મન'થી સુમોનાએ ચાઇલ્ડ એક્ટર તરીકે તેનાં કરિઅરની શરૂઆત કરી છે. પણ સુમોનાની પોપ્યુલારિટી સ્મોલ સ્ક્રિન પર જોવા મળી રહી છે. આવો તેનાં જન્મ દિવસે જાણીએ તેનાં જીવનની કેટલીક ખાસ વાતો. (Photo- sumona chakravarti /Instagram )
સુમોના ચક્રવર્તીને સિગારેટ પીવાની લત હતી. ઘણી વખત કપિલે તેને સેટ પર સિગારેટનો પફ લેતા પકડી હતી અને તેણે તેને ઠપકો પણ આપ્યો હતો. પરંતુ સુમોનાને કપિલની રોકટોકી એટલી ખરાબ લાગતી હતી કે એક વખત તેની સાથે ઝઘડો પણ થઈ ગયો હતો. જોકે, બાદમાં બંનેએ એકબીજા સાથે સમાધાન કરી લીધું હતું. સુમોના ચક્રવર્તી હવે સિગારેટ નથી પીતી. તેણે લગભગ 6 વર્ષ પહેલા આ ખરાબ ટેવ છોડી દીધી હતી. સુમોનાએ 2020માં એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો.<br />(Photo- sumona chakravarti /Instagram )
બે વર્ષ પહેલા એવી સ્થિતિ હતી કે સુમોના પાસે કોઈ કામ નહોતું. તેણે સોશિયલ મીડિયા દ્વારા કામ માટે વિનંતી કરી હતી. તેણે 2020 માં તેની એક પોસ્ટમાં લખ્યું હતું કે તેની પાસે લાંબા સમયથી કોઈ કામ નથી. અભિનેત્રીએ એમ પણ કહ્યું હતું કે લોકોમાં તેના વિશે ખોટી માન્યતા છે કે તે તગડી ફી લે છે અને તેથી તેને કામ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. કામ ન મળવાનું એક કારણ અભિનેત્રીએ એ પણ આપ્યું હતું કે પાર્ટીઓમાં ન જવાને કારણે તેના સંપર્ક સારા નથી. (Photo- sumona chakravarti /Instagram )