

ન્યૂઝ18ગુજરાતીઃ બૉલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને 2 વર્ષ પછી પોતાના ઘરે દિવાળી પાર્ટીનું (Diwaliparty2019) ભવ્ય આયોજન કર્યું હતું. આ પાર્ટીઓમાં બિઝનેસ મેન, ક્રિકેટ જગતના દિગ્ગજો અને બૉલિવૂડની હસ્તીઓએ ઉમટી પડી હતી. આ પાર્ટીમાં જાહ્નવી કપૂર, બિપાસા બાસુ, કેટરીના કૈફ, કાજોલ, શાહરૂખ ખાન સમેત અનેક મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. અને એક સારા હોસ્ટની જેમ એશ અને અભિષેક તમામ મહેમાનોનું સ્વાગત કરતા નજરે પડ્યા હતા. અમિતાભ બચ્ચનની દિવાળી પાર્ટીમાં અભિનેત્રીઓએ આગવી અદાઓથી બધાનું ખેંચ્યું હતું.


અમિતાભ બચ્ચનને ત્યાં દિવાળીની પાર્ટીમાં અક્ષય કુમાર પરિવાર સાથે હાજર રહ્યા હતા. જેમાં અક્ષય અને તેમનો પુત્ર વાઇટ કૂર્તામાં હતા તો ટ્વિકંલે પિંક રંગનો ડ્રેસ પહેર્યો હતો. તો ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પણ આ પ્રસંગે અતિતાભની પાર્ટીમાં હાજર રહ્યા હતા. જેમાં બંને સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. આ તસવીરમાં કરણ જોહર અને રાની મુખર્જી નજરે ચડે છે.


શાહરૂખ ખાન પણ પત્ની ગૌરી સાથે આ પાર્ટીમાં હાજરી આપી હતી. તો બીજી તરફ શાહિદ કપૂરે પણ તેની પત્ની અને ભાઇ ઇશાન સાથે આ પાર્ટીમાં હાજરી આપી હતી. વધુમાં કેટરીના કૈફ અને બિપાશા બાસુ પણ આ પાર્ટીમાં નજરે પડ્યા હતા. જેકી શ્રોફ પણ પરિવાર સાથે અહીં હાજર રહ્યો હતો. અને શ્રદ્ધા કપૂર પણ પિતા શક્તિ કપૂર સાથે અહીં આવી હતી. આ તસવીરમાં બિપાસા બસુ અને ઐશ્વર્યા રાય બચ્ચન છે


અનન્યા પાંડે પણ લાઇટ ફ્લોરેશન્ટ કલરમાં આ પાર્ટીમાં આવી હતી. સારા અલી ખાન પણ માતા અને ભાઇ સાથે આ પાર્ટીમાં નજરે પડી હતી. આમ બોલીવૂડ સમેત અનેક જાણીતા સેલેબ્રિટીએ હાજરી આપી પાર્ટીને ખાસ બનાવ્યું હતું. આ તસવીરમાં ઇલિયાના ડિક્રૂઝ દેખાઇ રહી છે.