એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: પ્રખ્યાત ટીવી સીરિયલ 'નાગિન 3' (Naagin 3) ફેઇમ ટીવી એક્ટર પર્લ વી પુરી (Pearl V Puri) પર સગીર પર રેપનાં આરોપમાં પોક્સો (POCSO) એક્ટ હેઠળ મુંબઇ પોલીસ (Mumbai Police)એ ધપકડ કરી લીધી છે. આ મામલે હવે તેને જામીન મળી ગયા છે. (Pearl V Puri Gets Bail) મળી ગઇ છે. 4 જૂનનાં એક્ટર વિરુદ્ધ IPCની કલમ CR IPC 376 AB, r/w POCSO Act 4, 8,12,19,21 હેઠળ તેની ધરપકડ કરી હતી. સોશિયલ મીડિયા પર તેની એક મિત્રએ આ વાતની માહિતી આપી છે.
કરિશ્મા તન્નાની આ પોસ્ટ પર નિર્માતા વિકાસ કલંત્રી, રુચિકા કપૂર, મુશ્તાક શેખની સાથે અન્ય કેટલાંક લોકોએ કમેન્ટ કરી હેશટેગ #IstandwithPearlનો ઉપયોગ કર્યો છે. પર્લની ધરપકડથી ફેન્સની સાથે સાથે ટીવી સેલેબ્સને મોટો ઝાટકો લાગ્યો છે. એવામાં ઘણાં સેલિબ્રિટીઝ પર્લ વી પુરીનાં સોપર્ટમાં આવ્યાં છે. નાગિનની પ્રોડ્યુસર એકતા કપૂરએ પર્લ વી પુરીની સાથે ફોટો શેર કર્યો છે અને ન્યાયની માંગણી કરી છે. સાથે જ એકતાએ એક બાળકીની માથી થયેલી વાતચીત અંગે વાત કરી છે.
તેણે પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે, શું હું એક ચાઇન્લડ મોલેસ્ટરને સપોર્ટ કરીશ કે કોઇ અન્ય પ્રકારનાં મોલેસ્ટરને સપોર્ટ કરીશ? પણ મે ગત રાતથી અત્યાર સુધી ઘણાં લોકોનું સ્તર ઘટતા જોયુ છે. માણસાઇ કેવી રીતે ઘટી શકે છે? કેવી રીતે લોકો અંદરો અંદર પરેશાન છે કે, કોઇ ત્રીજાને પોતાનાં મામલે ઘસેડીશકે છે. કેવી રીતે એક વ્યક્તિ અન્ય વ્યક્તિની સાથે આવું કરી શકે છે.
એકતા વધુમાં લખે છે કે, 'બાળકીની મા સાથે કોલ્સ પર કલાકો વાત કર્યા બાદ તેણે સ્પષ્ટ કહ્યું કે, પર્લનો તેમાં જરાં પણ હાથ નથી. આ તેનો પતિ છે જે દીકરીનેતેની પાસે રાખવા માટે કહાનીઓ ગઢી રહ્યો છે. તે આ સાબિત કરવાં ઇચ્છે છે કે, એક સેટ પર કામ કરનારી કામકાજી મા તેનાં બાળકનું ધ્યાન નથી રાખી શકતી. જો આ વાત સાચી છે તો, આ ખુબજ ખોટુ છે.'