મ્યુઝિક રિયલિટી શો ‘ઇન્ડિયન આઈડલ’ની 12મી (India Idol 12) સીઝનનો વિજેતા અને રાઈઝિંગ સ્ટાર પવનદીપ રાજનને (Pawandeep Rajan) હવે કોઈ ઓળખાણની જરૂર નથી. પવનદીપ રાજન પોતાના અવાજ અને ગાયકીથી લાખો લોકોના દિલ પર રાજ કરી રહ્યો છે. ઉત્તરાખંડના (Uttarakhand) પવનદીપ રાજને શરૂઆત પહાડી ગીતોથી કરી અને પોતાના મધુર અવાજથી ફક્ત ઉત્તરાખંડ નહીં પણ આખા દેશને પોતાનો દીવાનો બનાવી નાખ્યો છે.
27 જુલાઈ 1996ના રોજ ભારતના ઉત્તરાખંડ રાજ્યના ચંપાવત જિલ્લામાં જન્મેલા પવનદીપને બાળપણથી જ ગાવાનો શોખ હતો. તે એન્ડ ટીવી ચેનલના જાણીતાં શો ‘ધ વોઇસ ઓફ ઇન્ડિયા’નો વિજેતા પણ બની ચૂક્યો છે. ઇન્ડિયન આઈડલ 12 જીત્યા બાદ પવનદીપને ઘણાં પ્રોજેક્ટ્સ મળી રહ્યા છે. આજે પવનદીપે મહેનત કરીને પોતાની જિંદગી બદલી નાખી છે.
રિપોર્ટ્સ મુજબ, ઇન્ડિયન આઈડલ જીત્યા બાદ પવનદીપ (Pawandeep Rajan Net Worth 2021)ની નેટ વર્થમાં ફેરફાર થયો છે. પવનદીપ રાજન 1 મિલિયન ડોલર (7 કરોડ 38 લાખ રૂપિયા) થી 2 મિલિયન ડોલર (14 કરોડ 76 લાખ રૂપિયા) જેટલી સંપત્તિ ધરાવે છે. રિપોર્ટ્સ મુજબ તેની સેલેરી 10-20 લાખ રૂપિયા છે અને તે રોયલ લાઈફસ્ટાઈલ જીવે છે. એટલું જ નહીં, તેની પાસે Mahindra XUV 500 જેવી લક્ઝરી કાર પણ છે. ઉલ્લેખનીય છે કે, પવનદીપની પ્રતિભા જોઈને ઉત્તરાખંડ સરકાર દ્વારા તેને 2016માં યુવા બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરવામાં આવ્યો હતો.