મુંબઈ: ટીવીનો લોકપ્રિય શો 'પવિત્ર રિશ્તા' (Pavitra Rishta) એક નવા અવતારમાં દર્શકોની સામે આવવાનો છે. 'પવિત્ર રિશ્તા 2.0' ના (Pavitra Rishta 2.0) આગમનથી ચાહકો રોમાંચિત છે પરંતુ તેઓ સુશાંતને પણ ખૂબ મિસ કરી રહ્યા છે. અંકિતા લોખંડે (Ankita Lokhande) અર્ચનાનો રોલ કરશે, જ્યારે અભિનેતા શાહિર શેખ માનવની ભૂમિકા ભજવશે. સુશાંત સિંહ રાજપૂતે (Sushant Singh Rajput) માનવના પાત્રને યાદગાર બનાવ્ બનાવ્યું છે. આ જ કારણ હતું કે શાહિર શેખ (shaheer sheikh) આ પાત્ર ભજવવા માટે ખચકાઇ રહ્યો હતો. તાજેતરમાં શાહિરે આ અંગે ખુલીને વાત કરી છે.
અભિનેતા શહિર શેખે 'પવિત્ર રિશ્તા 2' ના સેટ પરથી કેટલીક સુંદર તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટામાં તે અંકિતા લોખંડે, ઉષા નાડકર્ણી અને કેટલાક બાળકો સાથે જોવા મળી રહ્યો છે. આ દરમિયાન શાહિરને 'માનવ'નું પાત્ર યાદ આવ્યું. અભિનેતાને લાગે છે કે, સુશાંતે આ પાત્રને અમર બનાવ્યું છે. આ જ કારણ છે કે, તે આ પાત્ર ભજવવામાં અચકાતો હતો. પરંતુ પછીથી તે સંમત થઈ ગયો.
શાહિર શેખે લખ્યું છે કે, 'જ્યારે મારો પહેલીવાર PR2 માટે સંપર્ક કરાયો ત્યારે મને આંચકો લાગ્યો. મેં વિચાર્યું કે, સુશાંતસિંહ રાજપૂત દ્વારા અમર બનેલા આ પાત્રની ભૂમિકા ભજવવાની હિંમત કોણ કરશે? હું આ કરવા માંગતો ન હતો તેથી હું પાછો ફર્યો. પછી મેં સુશાંત વિશે વિચાર્યું, તે એક એવો માણસ હતો જેણે દરેક પડકારોનો બહાદુરીથી સામનો કર્યો. તેથી મેં આ શો કરવાનું નક્કી કર્યું. મેં નક્કી કર્યું છે કે, ભલે તેણે ભજવેલું પાત્ર ભજવવું મુશ્કેલ હોય, પણ તેનો પ્રયાસ ન કરવો તે પણ વધુ મુશ્કેલ હશે. જો સુશાંત મારી જગ્યાએ હોત તો મેં જે કર્યું તે તેને પણ કર્યું હોત. મેં પડકાર સ્વીકાર્યો.
આપને જણાવી દઈએ કે, 11 જુલાઈની સાંજે અંકિતાએ ઇંસ્ટાગ્રામ પર શોના ફ્લેપબોર્ડ સાથે એક વીડિયો શેર કર્યો હતો. તેમણે વીડિયોના કેપ્શનમાં રેડ હાર્ટ ઇમોજી સાથે 'પવિત્ર રિશ્તા' લખ્યું છે. સોશિયલ મીડિયા પર આ શોનો બહિષ્કાર કરવાની માંગ કરવામાં આવી હતી. #BoycottPavitraRishta2 આ હેશટેગથી લોકો સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા હતા.