બિહારમાં એક્ટર્સ અને મેકર્સ સહિત પાંચ લોકો સામે કેસ : શાહરૂખના પઠાણનો વિવાદ ચારે બાજુથી વધી રહ્યો છે. બિહારના મુઝફ્ફરપુરમાં એક વકીલે 16 ડિસેમ્બરે ફિલ્મ મેકર આદિત્ય ચોપરા, શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ સહિત 5 લોકો વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ કેસ દાખલ કર્યો છે. આ અંગેની સુનાવણી આવતા વર્ષે જાન્યુઆરીમાં થશે.
એમપીના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ ચેતવણી આપી હતી : તાજેતરમાં જ ફિલ્મના સોન્ગને લઈને MPમાં ઘણો હોબાળો થયો હતો. સામાન્ય જનતા, હિન્દુ સંગઠનો સહિત કેટલાક નેતાઓએ પણ આ ફિલ્મ સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. રાજ્યના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ સોન્ગમાં દીપિકાના કોસ્ચ્યુમ અને ફિલ્મના દ્રશ્યોમાં ફેરફાર અંગે ચેતવણી આપી હતી. તેણે કહ્યું કે જો આમ નહીં થાય તો તે ફિલ્મને ગુજરાતમાં રિલીઝ કરવાનું વિચારશે. ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુર હવે વિરોધમાં જોડાઈ ગયા છે.
મહારાષ્ટ્રમાં રિલીઝ પર પ્રતિબંધ : મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્ય રામ કદમે પણ આ સોન્ગની આકરી નિંદા કરી છે. તેમનું કહેવું છે કે લોકો સોશિયલ મીડિયા પર આ ગીત સામે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, મેકર્સે સામે સ્પષ્ટતા આપવી જોઈએ. પરંતુ એટલું ચોક્કસ છે કે હિન્દુત્વનું અપમાન કરતી કોઈ પણ ફિલ્મ મહારાષ્ટ્રની ધરતી પર રિલીઝ થવા દેવામાં આવશે નહીં.
ગુજરાત, રાજસ્થાન અને છત્તીસગઢમાં પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન : શાહરૂખની ફિલ્મને લઈને ગુજરાતમાં ઘણો વિવાદ ચાલી રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યોએ સિનેમા માલિકોને ચેતવણી આપી છે કે જે કોઈ પણ 'પઠાણ' ગુજરાતમાં રિલીઝ કરશે તેણે પરિણામ ભોગવવા તૈયાર રહેવું જોઈએ. 'બેશરમ રંગ' સોન્ગમાં જે રીતે ભગવા રંગને અશ્લીલતા સાથે જોડવામાં આવ્યો છે. અમે આ સોન્ગને રિલીઝ થવા દઈશું નહીં. આ સાથે રાજસ્થાન અને છત્તીસગઢના સામાજિક સંગઠનોએ પણ સિનેમા હોલના માલિકોને પત્ર લખીને તેમની માંગણીઓ અંગે વાત કરી છે.