શું પઠાણ દીપિકા પાદુકોણની પદ્માવતનો રેકોર્ડ તોડી શકશે? : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. નિર્માતા-દિગ્દર્શકે આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ કરી છે. ટ્રેડ એક્સપર્ટ પણ ફિલ્મના બિઝનેસ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડશે. આટલું જ નહીં તેની સીધી ટક્કર હવે દીપિકા પાદુકોણની ફિલ્મ પદ્માવત સાથે થશે તેવી ચર્ચા થઈ રહી છે. તે જોવાનું રસપ્રદ રહેશે કે સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ પ્રજાસત્તાક દિવસે રિલીઝ થયેલી ટોપ કમાણીવાળી ફિલ્મોની લિસ્ટમાં ક્યાં સ્થાન મેળવી શકે છે કે કેમ. અહીં સંપૂર્ણ લિસ્ટ જુઓ.
પદ્માવત : સુપરસ્ટાર રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂર સ્ટારર ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ પણ 25 જાન્યુઆરી, 2017ના રોજ સિલ્વર સ્ક્રીન પર રીલિઝ થઇ હતી. ફિલ્મે પ્રથમ દિવસે થિયેટરમાંથી 32 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ રકમમાં 24 જાન્યુઆરીએ રાખવામાં આવેલ ફિલ્મના પેઇડ કલેક્શન (24 કરોડ)ના આંકડા પણ સામેલ છે.