એક્ટ્રેસ તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ હજુ પણ અટકવાનું નામ લઇ રહ્યો નથી. આ વિવાદ પર દર રોજ કોઇને કોઇ બોલિવૂડ સેલિબ્રિટીઝનું નિવેદન આવી રહ્યું છે. અત્યાર સુધી પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર, રેણુકા શહાણેએ આ વિવાદ પર તનુશ્રીનું સમર્થન કર્યુ છે. અને હવે તનુશ્રીનાં સમર્થનમાં એક નવું નામ જોડાઇ ગયુ છે અને તે છે પરિણીતિ ચોપરા અને અર્જુન કપૂર.
પોતાની આગામી ફિલ્મ 'નમસ્તે ઇંગ્લેન્ડ'નાં એક ગીતનાં પ્રમોશન દરમિયાન તનુશ્રી દત્તા અને નાના પાટેકર વિવાદ પર તેમનો મત પુછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, 'જો બોલિવૂડમાં કોઇપણ મહિલાની સાથે આવું થાય તો, હું તે જ ઇચ્છીશ કે તે દરેક મહિલાને આગળ આવવું જોઇએ અને પોતાની વાત કહેવી જોઇએ અને તેને સૌની સામે લાવું જોઇએ. '
<br />પરિણીતિનું કહેવું છે કે, 'મારી સાથે ક્યારેય આવું થયુ નથી. પણ જો ક્યારેક આવું થયુ હોત તો હું ચુપ બેસત નહીં. મને લાગે છે કે, આ પ્રકારનાં મામલા પર ચુપ રહેવું કોઇ ઉકેલ નથી. જો હું બોલિવૂડ ઇન્ડસ્ટરી કે આ દેશમાં સુરક્ષિત અનુભવ નથી કરી શકતી તો મારા માટે અહીં જીવવું કે કામ કરવું કેવી રીતે શક્ય કેવી રીતે થઇ શકે? '