

બોલિવૂડમાં અવારનવાર લિંકઅપ અને બ્રેકઅપની ખબરો આવતી રહે છે. હાલમાં જ એક્ટ્રેસ પરિણીતિ ચોપરા પણ આવા જ કારણોથી ચર્ચામાં છે. પરિણીતિ ચોપરાએ તેનાં રિલેશનશિપ અને અંગત સંબંધો અંગે આમ તો જાહેરમાં વાત કરતી નથી. પણ હાલમાં પરિણીતિ અંગે જે ખબર આવે છે તે તેનાં ફેન્સને ચોકાવી દે તેવી છે.


ઘણાં મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે તે લાંબા સમયથી એક વ્યક્તિને ડેટ કરી રહી છે.આ વ્યક્તિ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જ જોડાયેલો છે. ખાસ વાત તો એ છે કે, પરિણીતિનાં પરિવાર અને નિકટનાને આ સંબંધ અંગે બધુ જ માલૂમ છે.


મીડિયા રિપોર્ટ્સની માનીયે તો, પરિણીતિ ચોપરા આ વ્યક્તિને 2017થી ડેટ કરી રહી છે. આ કોઇ અન્ય નહીં પણ ઇન્ડસ્ટ્રીનો જાણીતો આસિસ્ટંટ ડિરેક્ટર ચરિત દેસાઇ છે. પરિણીતિ આમ તો ક્યારેય તેનાં સંબંધો અંગે બોલતી નથી. પણ હાલમાં તેણે એક મેગેઝિનને આપેલાં ઇન્ટરવ્યૂં દરમિયાન ચરિત દેસાઇને ડેટ કરવાનાં સવાલ પર જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે, મારા પરિવાર અને મિત્રો બધુ જ જાણે છે.


ચરિત ગત વર્ષે પ્રિયંકા ચોપરાનાં લગ્નમાં પણ ચરિત આવ્યો હતો અને તે પરિણીતિની આસ પાસ જ નજર આવતો હતો


પરિણીતિએ કહ્યું કે, 'મે ક્યારેય આ વાત સ્વીકારી નથી કે ન ક્યારેય નકારી પણ છે. મારા પરિવાર અને મિત્રો સૌ કોઇ સત્ય જાણે છે. આ મારી પર્સનલ લાઇફ છે. અને તેથી જ હું તેનાં પર કોઇ કમેન્ટ કરવાં નહીં માંગું.' આપને જણાવી દઇએ કે ચરિત કરણ જોહરનાં ધર્મા પ્રોડ્કશનની ગણી ફિલ્મોમાં આસિસ્ટંટ ડિરેક્ટ કરી ચુક્યો છે. આ ઉપરાંત પ્રિયંકા ચોપરા અને રિતિક રોશનની ફિલ્મ 'અગ્નિપથ'નો આસિસ્ટંટ ડિરેક્ટર રહી ચુક્યો છે.


વર્ક ફ્રંટની વાત કરીએ તો હાલમાં જ પરિણીતિની આવનારી ફિલ્મ 'જબરિયા જોડી'નું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ ટ્રેલરને ઘણું પસંદ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ઉપરાંત પરિણીતિ જી-જાન સે.. કરી રહીં છે જે સાઇના નેહવાલની બાયોપિકની છે. હાલમાં જ તેણે બેડમિન્ટનની પ્રેક્ટિસ કરતો એક વીડિયો તેનાં ઇનસ્ટાગ્રામ પર શેર કર્યો હતો.