પ્રિયંકા અને નિકની સગાઇ બાદ હવે બધા લગ્નની રાહ જોઇ રહ્યાં છે. જે રીતે સગાઇ હિન્દુ રીતિ રિવાજો મુજબ થઇ લગ્ન પણ તે રીતે જ થવાનાં છે. પ્રિયંકાની બહેન પરિણીતી ચોપરાએ વાતો વાતોમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે
2/ 5
અનુપમ આહુજા નામનાં એક વ્યક્તિએ ટ્વટિર પર પરિણીતિને ટેગ કરીને પુછ્યું હતું કે, શું તે નિકનાં જૂતા ચોરશે. તો આ ટ્વિટનો જવાબ પરિણીતિએ આપ્યો હતો. આ જવાબ આપ્યો કે પુછવા વાળો પણ ચોકી ગયો હશે.
3/ 5
ટ્વિટર યૂઝર અનુપમને જવાબ આપતાં પરિણીતિએ લખ્યું કે, હા મે તો અત્યારથી નિક જીજુનાં જૂતા ચોરવાની ડિલ કરવાની શરૂ કરી દીધી છે. તેની સાક્ષી પ્રિયંકા ચોપરા છે.
4/ 5
જેમ આ તરફ પ્રિયંકાની બહેન પરિણીતિ કરી રહી છે તે જ રીતે આવી તૈયારી દીપિકા પાદુકોણની બહેન અનીશા પણ કરતી હશે. કારણ કે ટૂંક સમયમાં જ દીપિકા અને રણવીરનાં પણ લગ્ન થવાનાં છે.
5/ 5
<br />બોલિવૂડનાં આ પાવર કપલ આ વર્ષે નવેમ્બર મહિનામાં લગ્ન કરવાનાં છે. સોર્સિસની માનીયે તો દીપિકા અને રણવીર ઇટાલીમાં લગ્ન કરસે. આ પહેલાં વિરાટ અને અનુષ્કાએ પણ ઇટાલીનાં ટસ્કનીમાં લગ્ન કર્યા હતાં.