પંકજ ત્રિપાઠી (Pankaj Tripathi )એ બોલીવુડ (Bollywood) માં ખૂબ ઓછા સમયમાં ખૂબ લોકપ્રિયતા હાંસલ કરી છે. ગેંગ્સ ઓફ વાસેપુરથી જાણીતા બનેલા પંકજ ત્રિપાઠીએ પોતાની પ્રથમ ફિલ્મમાં જ દર્શકોને ઈમ્પ્રેસ કર્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે, પંકજ ત્રિપાઠીને જ્યારે ગેંગ્સ ઓફ વાસેપુર (gangs of wasseypur)નો ઓડિશન માટે બોલાવવામાં આવ્યા ત્યારે તે બિમાર હતા. પંકજ એટલા બિમાર હતા કે તમણે ઓડિશન આપવાથી પણ ઈન્કાર કરી દીધો હતો, પણ મુકેશ છાબડા દ્વારા તેમને ઓડિશન આપવા તૈયાર કરવામાં આવ્યા અને તેમણે પોતાના જીવનનો સૌથી લાંબો 8-9 કલાકનો ઓડિશન આપ્યું હતું. ગેગ્સ ઓફ વાસેપુર એ જ ફિલ્મ છે જેણે રાતોરાત પંકજની કિસ્મત બદલી નાંખી હતી. આ ફિલ્મ થકી જ પંકજને બોલીવુડમાં નામના મળી છે. આ ફિલ્મની સફળતા બાદ પંકજ એકબાદ એક સફળતાની સીડીઓ ચડતા ગયા. જોકે, સફળતા મેળવાનો અર્થ માત્ર લીડ રોલ નિભાવવાથી નથી. પંકજ ત્રિપાઠી દ્વારા કેટલાક સપોર્ટિંગ રોલ (Supporting role) પણ કરવામાં આવ્યા છે અને મેઈન લીડ હીરોથી પણ વધુ સરાહના મેળવી છે.
1. સ્ત્રી - હોરર કોમેડી ફિલ્મ સ્ત્રીમાં રાજકુમાર રાવએ ખૂબ સારો અભિનય કર્યો છે. આ સાથે સેકન્ડ હાફમાં જ્યારે પંકજ ત્રિપાઠીની રુદ્ર ભૈયા તરીકે ફિલ્મમાં એન્ટ્રી થાય છે ત્યારે ફિલ્મ વધુ રસપ્રદ અને રોચક બની જાય છે. ફિલ્મમાં તેમના ડાયલોગ જેમ કે – સબકા આધાર લિંક હૈ ઉસકે પાસ— ખૂબ રમૂજી હતા. તમને જાણીને નવાઈ લાગશે કે ફિલ્મમાં તેમના ફની ડાયલોગ્સમાં મોટાભાગના તેમના દ્વારા જાતે જ તૈયાર કરવામાં આવ્યા હતા. તેમનું કોમિક ટાઈમિંગ ખૂબ સરસ છે.
5. ફુકરે રિટર્નસ - ફિલ્મ ફુકરેમાં વરુણ શર્માના ચુચાના પાત્રએ ફિલ્મમાં જાણે જીવ પૂરી દીધો છે. ફિલ્મના અન્ય મેઈન લીડ અલિ ફઝલ, મનજ્યોત સિંહ અને પુલકિત સમ્રાટ સાથે પંકજ ત્રિપાઠીએ પણ શાનદાર અભિનય કર્યો છે. જે પણ સીનમાં તે જોવા મળ્યા તે સીનમાં તેમણે જીવ નાખી દીધો છે. કેટલાક દર્શકોનું તો પણ એમ પણ કહેવું છે કે પંકજ આ ફિલ્મની રોનક છે.
6. ન્યૂટન - ફિલ્મ ન્યૂટનને સ્પેશિયલ મેન્શન કેટેગરીમાં નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો છે. દેશના ઈલેક્ટ્રોલ સિસ્ટમ પર આધારિત આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી અર્ધલશ્કરી દળના અધિકારીની ભૂમિકામાં છે. આ ભલે તેમના દ્વારા ભજવવામાં આવેલા પાત્રો કરતા થોડું અલગ હોય, તેમ છતા આ પાત્રમાં પણ પંકજે પોતાની અભિનય ક્ષમતાને નિખારીને બતાવી છે.
7. બરેલી કી બર્ફી - ફિલ્મમાં બિટ્ટીના પિતાના રોલમાં પંકજ ત્રિપાઠીએ પોતાના અભિનયના માધ્યમથી ફેમિનિસ્ટ પિતાનું ઉહાદરણ પૂરું પાડ્યું છે. સમાજ અને પરિવારના દબાણ છતા પણ તે પોતાની દીકરીના સપનાને તૂટવા નથી દેતો. આયુષ્યમાન ખુરાના, રાજકુમાર રાવ અને કૃતિ સેનન જેવા દમદાર અભિનેતાઓના કાસ્ટ વચ્ચે પણ પંકજ તેમના સામાન્ય પણ પ્રભાવશાળી રોલની છાપ છોડી જોય છે.
8. ગુંજન સક્સેના: કારગીલ ગર્લ - રિયલ લાઈફ બેઝ્ડ આ ફિલ્મમાં પંકજ ત્રિપાટીએ ફરી એકવાર પ્રોગ્રેસિવ પિતાની ભૂમિકા બખૂબી નિભાવી છે. ગુંજન સક્સેનાના પિતા અનુપ, ગુંજનની સફળતા અને તેના યોગદાનમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને પંકજે પોતાના આ પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે. પોતાની કોમેડી અને ધારદાર ડાયલોગ્સ દ્વારા પંકજે ઓડિયન્સને ફિલ્મ જોવા માટે પકડી રાખી તેમ કહેવામાં કશું ખોટું નથી.