બોલિવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાએ પંચકૂલાના સેક્ટર 6માં એક કોઠી ખરીદી છે. આયુષ્માન ખુરાનાએ સોમવારે પંચકૂલા તહસીલદાર કાર્યલયમાં પોતાની પત્ની તાહિરા કશ્યપ સાથે આ કોઠીની સેલ ડીડ કરવા પહોંચ્યા હતા. તેમણે આ કોઠી 9 કરોડ રૂપિયામાં ખરીદી છે. તેમાંથી 6 કરોડ 72 લાખ રૂપિયા એરનેસ્ટ મનીની રીતે આપ્યા છે. અને 6.75 લાખ રૂપિયાનું ટીડીએસ આપ્યું છે.
આયુષ્માને આ કોઠી 9 કરોડ રૂપિયામાં ખરીદી છે. રજિસ્ટ્રેશન દરમિયાન તેમણે બે કરોડ 21 લાખ 25 હજાર રૂપિયા આપ્યા. આયુષ્માને આ કોઠી વેપારી સુભાષ બિંદ્રા અને વીના બિંદ્રાથી ખરીદી છે. ઉલ્લેખનીય છે કે સેક્ટર 6 વીવીઆઇપી સેક્ટર છે. અહીં અનેક મોટો વેપારી, આઇએએસ, આઇપીએસ અધિકારી રહે છે. આયુષ્માન ખુરાનાની આ જે કોઠી ખરીદી છે તે 869.50 સ્કેયર મીટર છે.