સંજય લીલા ભણસાળીની વિવાદિત ફિલ્મ 'પદ્માવત' રિલીઝ થયા બાદ બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ છે. 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી આ ફિલ્મ ગ્લોબલ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડ કમાણી કરી રહી છે. રિલીઝનાંનવમાં દિવસ સુધીમાં ફિલ્મે ભારતમાં 166 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જ્યારે વિદેશમાં ફિલ્મે 134 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ સાથે જ ફિલ્મે અત્યાર સુધીમાં કૂલ 300 કરોડ રૂપિયાની કમાણી કરીલીધી છે. આ ફિલ્મની સફળતાનો શ્રેય પાંચ કારણોને જાય છે.
રાજપૂતી શાન માટે ફિલ્મ પર ઘણાં વિવાદ થયા છે. ઘણાં રાજ્યોમાં ફિલ્મને બેન કરવામાં આવી પણ રાજપૂતો વિરુદ્ધ એવું કંઇજ અણછાજતું ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું નથી. જેને કારણે આટલો બધો વિવાદ વણસ્યોહતો. ફિલ્મ રાજપૂતોની શાનને ખાસ ટ્રિબ્યુટ આપતી છે. રાજપૂતોનાં શૌર્યને સુંદર રીતે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.