'પદ્માવત'નાં કયા એક્ટરને મળી સૌથી વધુ ફી? દીપિકાએ આપ્યો જવાબ
કરણી સેના અને તમામ રાજપૂત સંગઠનનાં વિરોધ છતા પણ સંજય લીલા ભણસાળીની ફિલ્મ દેશનાં ચાર રાજ્યો સીવાય બધે જ રિલીઝ થઇ ગઇ છે.
|
1/ 9
કરણી સેના અને તમામ રાજપૂત સંગઠનનાં વિરોધ છતા પણ સંજય લીલા ભણસાળીની ફિલ્મ દેશનાં ચાર રાજ્યો સીવાય બધે જ રિલીઝ થઇ ગઇ છે. ફિલ્મે પહેલાં દિવસે 20 કરોડ રૂપિયાની આસપાસની કમાણી કરી છે
2/ 9
પદ્માવતને 30-35 લાખ લોકોએ નિહાળી છે. તો વિદેશમાં પણ ફિલ્મ રિલીઝ થઇ છે અને તેને ખુબ પસંદ કરવામાં આવી છે.
3/ 9
આ બધાની વચ્ચે એક ઇન્ટરવ્યુંમાં દીપિકા પાદુકોણને પુછવામાં આવ્યું ફિલ્મમાં સૌથી વધુ ફી કોને મળી છે. ફિલ્મનું કૂલ બજેટ 180 કરોડ રૂપિયા હતું.
4/ 9
જ્યારે નેહાએ ફરી પુછ્યુ કે તમને, રણવીર અને શાહિદથી વધુ પૈસા મળ્યા છે? તેનાં જવાબમાં દીપિકાએ હા પાડી હતી. જોકે તેણે ચોક્કસ રકમ જણાવી ન હતી.
5/ 9
ફિલ્મમાં દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર, રણવીર સિંહ ઉપરાંત પણ ઘણાં નામચીન સ્ટાર્સ છે.
6/ 9
નેહા ધૂપિાયનાં શોમાં દીપિકાને જ્યારે નેહાએ પુછ્યું કે, 'પદ્માવત' માટે કેટલી ફી આપવામાં આવી. તો દીપિકાએ આ સવાલને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. અને ફિલ્મમાં તેને કેટલી રકમ મળી તેનો ખુલાસો ન કર્યો.
7/ 9
જોકે આ પહેલાં સમાચારમાં આવી ગયુ હતું કે દીપિકાને પદ્માવત માટે 11 કરોડ રૂપિયા ફી આપવામાં આવી છે.
8/ 9
ખિલજીનાં પાત્ર માટે રણવીર સિંહને 8 કરોડ રૂપિયા મળ્યા હતાં.
9/ 9
જ્યારે રાજા મહારાવલ રતન સિંહનાં રોલ માટે શાહિદને 6 કરોડ રૂપિયા ફી મળી હતી.