બોલિવૂડના પ્રખ્યાત રેપર બાદશાહના સૌથી સુપરહિટ ગીત 'પાની પાની' (Song Paani Paani)ના ભોજપુરી વર્ઝન (Paani Paai Bhojpuri version) માં ખેસારી લાલ યાદવ (Khesari lal) માટે ગાયું ગાયિકા રિની ચંદ્રા (Rini Chandra) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. રિની પોતાની દરેક ક્ષણને ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેને પણ રીલ્સનો શોખ છે અને તે તેને શેર પણ કરતી રહે છે.
આ પછી ગાયિકા રીનીએ ગીતના ભોજપુરી વર્ઝનની ઓફર પર તેની પ્રથમ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, "પાની પાની" પહેલાથી જ ઘણુ હિટ હતુ. પરંતુ, જ્યારે મને ખબર પડી કે, આ ગીતમાં મારો અવાજ જરૂરી છે, ત્યારે મારી પ્રથમ પ્રતિક્રિયા હતી – વાવ. તેણે કહ્યું કે, 'આ ગીત પહેલાથી જ ખૂબ વાયરલ થયું હતું. મેં આ ગીતની રીલ્સ પણ બનાવી હતી, પરંતુ જ્યારે મને તેને રીક્રિએટ કરવાનો મોકો મળ્યો ત્યારે મેં ખૂબ જ એન્જોય કર્યું.