કેલિફોર્નિયા સ્થિત લોસ એન્જેલસ (Los Angeles)ના ડોલ્બી થિયેટર (Dolby Theatre)માં 94માં એકેડેમી એવોર્ડ (94th Academy Award)નું આયોજન આજે સવારે 5 વાગ્યે (ભારતીય સમય મુજબ) લોસ એન્જેલસના ડોલ્બી થિયેટરમાં શરૂ થયું છે. જ્યાં વિભિન્ન ફિલ્મ સમારોહમાં ચર્ચિત બનેલી ફિલ્મ દૂને (Dune) મોટી સફળતા મેળવી છે. ડેનિસ વિલેન્યૂવે દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મે ઓસ્કારમાં અત્યાર સુધીમાં 6 કેટેગરીમાં પુરસ્કાર જીતીને બાજી મારી છે. એવોર્ડના રેડ કાર્પેટ પર હોલીવૂડની હસીનાઓએ પણ સુંદર આઉટ ફીટ્સ (Bet Dresses) સાથે જલવો વિખેરી ફેન્સને દિવાના કરી દીધા હતા.