એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ 11 (Bigg Boss 11)ની વિનર અને સ્મોલ સ્ક્રીનની 'અંગૂરી ભાભી' (Angoori Bhabhi)નો રોલ અદા કરનારી એક્ટ્રેસ શિલ્પા શિંદે (Shilpa Shinde) માટે આજનો દિવસ ખાસ છે. શિલ્પા આજે 28 ઓગસ્ટનાં તેનો 44મો જન્મ દિવસ ઉજવી રહી છે. 28 ઓગસ્ટ 1977માં મુંબઇમાં થયો હતો. શિલ્પાએ એક્ટિંગની દુનિયામાં વર્ષ 1999માં ડેબ્યૂ કર્યું હતું. (PHOTO: @ShilpaShinde/instagram)
જોકે, વિવાદોને કારણે તેણે આ શો છોડી દીધો. વર્ષ 2017માં તે ટીવીનાં સૌથી મોટા શો 'બિગ બોસ'માં નજર આવી. જેની તે વિજેતા પણ બની. તેણે 'ભાભીજી ઘર પર હૈ'નાં પ્રોડ્યુસર સંજય કોહલી પ રશો છોડતા સમયે ઘણાં આરોપો લગાવ્યાં હતાં. તેણએ કહ્યું હતું કે તે મેન્ટલ ટોર્ચર કરે છે અને શિલ્પાને તેણે સતત બ્લેકમેઇલ કરવાનો પ્રયાસ કર્યો હતો. (PHOTO: @ShilpaShinde/instagram)
શિલ્પાએ પ્રોડ્યુસર પર સેક્શુઅલ હેરેસમેન્ટનો આરોપ લગાવ્યો હતો. આ મામલે તેમએ પોલીસ સ્ટેશનમાં FIR પણ નોંધાવી હતી. અને તેણે કહ્યું હતું કે, તેનો મેકઅપ મેન આ વાતનો સાક્ષી છે. એટલું જ નહીં શો છોડવાં અંગે શિલ્પાએ માનહાનિનો દાવો કર્યો હતો અને 12.5 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. (PHOTO: @ShilpaShinde/instagram)
આ ઉપરાંત શિલ્પાએ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન એટલેકે સિન્ટા (CINTAA) પર પણ આરોપ લગાવ્યો હતો. તેને સિન્ટાને માફિયા કહ્યાં હતાં જે આર્ટિસ્ટનું કરિઅર ખરાબ કરી દે છે. જે બાદ CINTAAએ શિલ્પા પર લાઇફટાઇમ બેનનો નિર્ણય કર્યો હતો. તો બિગ બોસ દરમિયાન શિલ્પા શિંદેએ વિકાસ ગુપ્તા પર ઘણાં આરોપ લગાવ્યાં હતાં. એક્ટ્રેસે કહ્યું હતું કે, વિકાસે તેનું કરિઅર બર્બાદ કરી નાખ્યું છે. (PHOTO: @ShilpaShinde/instagram)
તેણે વર્ષ 2017માં ફિલ્મ 'પટેલ કી પંજાબી શાદી'માં એક આઇટમ નંબર કર્યું હતું. જેમાં પરેશ રાવલ, રિશિ કપૂર, કરનવીર બોહરા, વિર દાસ, પ્રેમ ચોપરા, પાયલ ઘોષ જેવાં સ્ટાર્સ હતાં. શિલ્પા શિંદે પર ફિલ્માવવામાં આવેલું સોન્ગ મારો લાઇન... નેહા કક્કડ, ઐશ્વર્યા નિગમ અને અન્ય કોરસમાં ગવાયું છે. (PHOTO: @ShilpaShinde/instagram)