એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટ્રેસ સૈફ અલી ખાન (Saif Ali Khan) અને એક્ટ્રેસ અમૃતા સિંહ (Amrita Singh)ની દીકરી સારા અલી ખાન (Sara Ali Khan) આજે બોલિવૂડનાં એક જાણીતા ચેહરો બની ગઇ છે. સારા તેનાં ચુલબુલા અંદાજમાં તમામની પસંદિદા એક્ટ્રેસની લિસ્ટમાં શામેલ થવા લાગી છે. સારા માટે આજનો દિવસ ખાસ છે કારણ કે આજે તેનો જન્મ દિવસ (Sara Ali Khan Birthday) છે. ગત વર્ષે તેની ફિલ્મો ઉપરાંત તે ડ્રગ્સ મામલે ચર્ચામાં રહી હતી. આજે તેનાં જન્મ દિવસ પર ચાલો જાણીયે તેનાં કેટલાંક અજાણા કિસ્સા (PHOTO: @saraalikhan95/instagram)
સિનેમાની દુનિયામાં આવતા પહેલાં પટૌડી ગર્લે તેનું ગ્રેજ્યુએશન 2016માં ન્યૂયોર્કમાં કોલંપિયા યૂનિવર્સિટીથી કર્યં. પિતા સૈફ અલી ખાન આ વાત માટે ખુબજ સ્પષ્ટ હતાં કે સારા ફિલ્મોમાં આવતાં પહેલાં તેની શિક્ષા પૂર્ણ કરે. સારા અલી ખાન તે સ્ટાર કિડ્સમાંથી એક છે જે બ્યૂટી વિથ બ્રેનનું પરફેક્ટ કોમ્બિનેશન છે. (PHOTO: @saraalikhan95/instagram)