લાખો ફેન્સનાં દિલ પર રાજ કરનારી બંગાળી એક્ટ્રેસ નુસરત જહાંએ સાંસદ બન્યા બાદ તેનાં બોયફ્રેન્ડ નિખિલ જૈન સાથે લગ્ન કર્યાં આ લગ્ન તુર્કીમાં યોજવામાં આવ્યા હતાં
2/ 5
નુસરત અને નિખિલે 19 જૂનનાં રોજ હિન્દુ રીતિ રિવાજથી લગ્ન કર્યા જે બાદ 20 જૂનનાં રોજ ક્રિશ્ચિયન વેડિંગ રચાઇ. ક્રિશ્ચિયન વેડિંગ બાદ બિચ પાર્ટી આપવામાં આવી હતી.
विज्ञापन
3/ 5
નુસરત એક્ટ્રેસ, મોડલ અને હવે પશ્ચિમ બંગાળનાં બશીરહાટ સીટથી TMCની સાંસદ છે. તો નિખિલ કોલકાતાનો જાણીતો સક્સેસફુલ બિઝનેસમેન છે. નુસરત જેમ સાંસદ બની તેમ તેણે તેનાં લગ્નની જાહેરાત કરી. બંનેએ પહેલાં સગાઇ કરી અને તેની તસવીરો સોસિયલ મીડિયા પર શેર કરી.
4/ 5
આ બંનેની લવ સ્ટોરી પણ ઘણી ફિલ્મી છે. તેમની પહેલી મુલાકાત એવી હતી જાણે કોઇ ફિલ્મની સ્ક્રિપ્ટ હોય. પહેલી વખત નુસરત અને નિખિલ 2018માં દુર્ગા પૂજા સમયે મળ્યા હતાં. અને પહેલી નજરનો પ્રેમ કહો કે પછી કિસ્મત બંનેની પહેલી મુલાકાત મિત્રતામાંથી ધીમે ધીમે પ્રેમમાં બદલાઇ ગઇ.
5/ 5
નિખિલ સાથે લગ્ન કરવાનું તો નુસરતે પહેલેથી જ નક્કી કરી લીધુ હતું. સાંસદ બન્યા બાદ તેણે આ વાતની જાહેરાત કરી લીધી.