મુંબઇ: વર્ષ 2020 ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખુબજ ખરાબ રહ્યું. આ વર્ષના કોરોના વાયરસને કારણે ઇન્ડસ્ટ્રીને ભારે નુક્શાન થયુ છે ત્યાં બીજી તરફ આ વર્ષે ઇન્ડસ્ટ્રીએ ઘણાં દિગ્ગજ એક્ટર્સ પણ ગુમાવ્યાં છે. આ માહામારીને કારણે ઘણી ફિલ્મોની રિલીઝ, શૂટિંગ અટકી ગયા છે. તો બધી જ ફિલ્મોને વેબ પોર્ટલ પર રિલીઝ કરવામાં આવી રહી છે. તો હવે જાણે ફિલ્મ ઇન્ડસ્ટ્રી થોડી ઘણી સ્ટેબલ થઇ રહી છે અને તેની ગાડી પાટા પર આવી રહી છે. હવે બંગાળી ફિલ્મોની જાણીતી એક્ટ્રેસ અને TMC સાંસદ નુસરત જહાં (Nusrat Jahan) રવિવારે (27 સપ્ટેમ્બર, 2020) તેની નવી ફિલ્મ શૂટિંગ માટે લંડન રવાના થઇ છે. (photo credit: instagram/@nusratchirps)