

આ વર્ષે દિવાળીમાં (Diwali 2020) આખો નવેમ્બર મહિનો મનોરંજનથી ભરેલો રહેશે. આ નવેમ્બર મહિનામાં 9 ફિલ્મો અને વેબ સીરીઝ રિલિઝ થશે. આ આખો મહિના એન્ટરટેનમેન્ટના ડોઝથી ભરેલો રહેશે. અને જેથી શરૂઆત આજથી થવાની છે. આજે અક્ષય કુમાર (Akshay Kumar)ની મચ અવેટેડ ફિલ્મ લક્ષ્મી રીલિઝ થવાની છે. તો 11 નવેમ્બરના રોજ બોબી દેઓલ (Bobby Deol)ની વેબ સીરીઝ આશ્રમનો બીજો ભાગ (Ashram 2)રીલીઝ થશે. તો જાણો આખું લિસ્ટ આ મહિનામાં બીજી કંઇ ફિલ્મો થશે રીલિઝ.


આ પછી મચ અવેટેડ બોબી દેઓલની વેબ સીરીઝ આશ્રમનો બીજો ભાગ 11 નવેમ્બરના રોજ રજૂ થશે. ઉલ્લેખનીય છે કે આ આશ્રમ 2ની રીલિઝ પહેલા જ આ વેબ સીરીઝ ધાર્મિક કારણોના લીધે ચર્ચામાં છે. તેની પહેલી સીઝન પણ હિટ સાબિત થઇ હતી. અને બીજી સીઝનમાં પણ લોકો આ સ્ટોરીમાં આગળ શું થાય છે તે જાણવા બેતાબ છે.


અભિષેક બચ્ચનની ફિલ્મ લૂડો પણ નેટફ્લિક્સ પર 11 નવેમ્બરના રોજ રજૂ થશે. તેમાં ચાર અલગ અલગ સ્ટોરી છે. અને રાજકુમાર રાવ, આદિત્ય રોય કપૂર પણ આ ફિલ્મમાં મહત્વનો રોલ ભજવી રહ્યા છે.


સુરઝ પે મંગલ ભારી- આ રોમાન્ટિક કોમેડીમાં પંજાબી સિંગર કમ એક્ટર દિલજીત દોસાંઝ અને મનોજ વાજપેઇ પહેલીવાર રૂપેરી પડદે સાથે કામ કરતા નજરે પડશે. આ સાથે ફાતિમા સના શેખ પણ આ ફિલ્મમાં છે. આ ફિલ્મ 13 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.


છલાંગ- રાજકુમાર રાવ અને નુસરત ભરુચાની ફિલ્મ છલાંગ પણ 13 નવેમ્બરના રોજ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલિઝ થશે.