એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: થોડા સમય પહેલાં જ તૈમુરની તસવીરો વાયરલ થઇ હતી કે તે ખેતરમાં પિતા સૈફ અલી ખાન સાથે નજર આવ્યો હતો અને તેણે ખેતરમાં કામ કરવાનો અનુભવ પણ કર્યો હતો. જોકે તૈમુર પહેલાં ઇન્સ્ટ્રીનાં ઘણાં બધા સેલિબ્રિટીઝ ખેતરમાં કામ કરી ચુક્યા છે તેમાં પણ કોરોના વાયરસની મહામારી વચ્ચે આખો દેશ લોકડાઉનમાં ઘરમાં બંધ હતો ત્યારે સૌ કોઇનો ઝુકાવ પ્રકૃતિ તરફ વધ્યો હતો આ સમયમાં ઘણાં સેલિબ્રિટીઝે ખેતરમાં કામ કરીને પોતાનો સમય વિતાવ્યો હતો. ચાલો ત્યારે નજર કરીએ બોલિવૂડનાં તે સિતારાઓની તસવીરો પર જેઓ ખેતરમાં સમય વિતાવવાનું પસંદ કરે છે (PHOTO: INSTAGRAM)
સલમાન ખાનને જ્યારે પણ સમય મળે છે તે તેનાં ફાર્મ હાઉસ પર ચાલ્યો જાય છે અને ત્યાં ખેતી કરવાનું પસંદ કરે છે. તે લોકડાઉન દરમિયાન પરિવાર સાથે ફાર્મ હાઉસ પર જ હતો. જ્યાં તેણે ખુબ બધો સમય ખેતરમાં વિતાવ્યો હતો અને વાવણી પણ કરી હતી. જેની તસવીરો તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર પણ શેર કરી હતી. (Photo: Instagram @beingsalmankhan)
લોકડાઉન દરમિયાન બોલિવૂડ એક્ટકર નવાઝુદ્દિન સિદ્દીકી પણ મુંબઇ છોડીને તેનાં ગામડે જતો રહ્યો હતો. આ દરમિયાન તેણે તેનાં ખેતરમાં સમય વિતાવ્યો હતો અને ખેતરમાં કામ કરતો ખેતી કરતો તેનો એક વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો જે ખુબજ વાયરલ પણ થયો હતો (Photo: Video grab Instagram @nawazuddin._siddiqui)