અક્ષય કુમાર એક તમાકુ બ્રાન્ડની જાહેરાતમાં દેખાયા બાદ લોકોની ટીકાનો શિકાર બન્યો હતો, તેણે આ માટે ફેન્સની માફી માંગી હતી. તેણે સોશિયલ મીડિયા પર તેના ચાહકોની માફી માંગી અને એમ પણ કહ્યું કે તેણે એન્ડોર્સમેન્ટમાંથી જે પૈસા કમાયા છે તેનો ઉપયોગ ઉમદા હેતુ માટે કરવામાં આવશે. ભૂતકાળમાં પણ ઘણા કલાકારો તેમની જાહેરાતોને કારણે ચર્ચામાં આવ્યા છે. શાહરૂખ ખાન, આલિયા ભટ્ટ, રશ્મિકા મંદાના અને અન્ય ઘણા સ્ટાર્સને વિવાદાસ્પદ જાહેરાતોનો ભાગ હોવાને કારણે ટ્રોલ કરવામાં આવ્યા હતા. (Instagram/akshaykumar/aliaabhatt)