એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: નિયા શર્મા (Nia Sharma) ટીવી પરની સૌથી બોલ્ડ એક્ટ્રેસમાંથી એક છે. તે તેની બોલ્ડ તસવીરો અને વીડિયો અવાર નવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર તેની સુપર બોલ્ડ તસવીરો શેર કરી છે. જેમાં તે બ્લેક કલરનાં બેલબોટમ પેન્ટ અને ટ્યુનિકમાં નજર આવી રહી છે. જે બેકલેસ છે. અને ખુબજ બોલ્ડ છે. આ તસવીરો શેર કરતાંની સાથે જો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે. (PHOTO: Instagram)
આ તસવીરો પર ફેન્સની કમેન્ટ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. અત્યાર સુધીમાં આ તસવીરો પર ત્રણ લાખથી વધુ લાઇક્સ આવી ગઇ છે. તેમજ કમેન્ટ્સની વાત કરીએ તો હાર્ટ ઇમોજી અને ફાયર ઇમોજીની ભરમાર જોવા મળી રહી છે. નિયાનાં મેઇલ ફેન્સ તેનાં વખાણ કરતાં થાકી નથી રહ્યાં તો ફિંમેલ ફેન્સ પણ તેની તસવીરો જોઇે પોતાને રોકી નથી શકતી. એક ફેને લખ્યું છે, 'Too Sexy' (PHOTO: Instagram)