સલમાન ખાનની ફિલ્મ 'ભારત' 2019નાં ઇદનાં રોજ રિલીઝ થઇ રહી છે. ત્યારે તેની રિલીઝ પહેલાં ફિલ્મનાં પ્રમોશનની તૈયારીનાં ભાગ રૂપે દરરોજ નવાં પોસ્ટર્સ રિલીઝ થઇ રહ્યાં છે. ગઇકાલે ફિલ્મનું એક પોસ્ટર રિલીઝ થયુ હતું જેમાં સલમાનનો ઘરડો લૂક જોવા મળ્યો હતો ત્યારે આજે સલમાનનો જવાન લૂક જોવા મળ્યો છે.