એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: જેઠાલાલની ગડા ઇલેક્ટ્રોનિક્સની દુકાનનું (Gada electronics)રિનોવેશન થઇ ગયુ છે. અને નવી દુકાન જોઇને ફેન્સ તો ખુશ થયા છે. પણ જેઠાલાલને (Jethalal) દુકાનમાં આવતા જ સૌથી વધુ કોઇની યાદ આવી હોય તો તે છે નટુકાકા. શૉમાં એક અદભૂત કેરેક્ટર અને ક્યારેક જેઠાલાલની મુસિબતો વધારનારા તો ક્યારેક તેનો ઉકેલ લાવનારા પણ સૌનું મનોરંજન કરનારા નટૂકાકાને (NatuKaka) જેઠાલાલ યાદ કરે છે. હાલમાં જ ટીવી શો 'તારક મેહતા કા ઉલટા ચશ્મા' (Tarak Mehta Ka Ooltah Chashmah)માં નવી દુકાનનાં ઉદ્ધાટન પ્રસંગે જ્યારે મીડિયા સાથે જેઠાલાલે વાત કરી હતી ત્યારે તેમણે નટૂ કાકાને યાદ કર્યાં હતાં.