પ્રેગ્નેન્સીની ખબર વચ્ચે પતિ રોહનપ્રીત સાથે એરપોર્ટ પર સ્પોટ થઇ નેહા, જુઓ PHOTOS
નેહા કક્કડ (Neha Kakkar)ને સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ બધાં વધામણાં મળી રહ્યાં છે. તો કેટલાંક લોકોને લાગે છે કે, આ તેનાં આવનારા કોઇ સોન્ગનાં બોલ છે. આ તસવીર એક પબ્લિસિટી સ્ટંટ હોઇ શકે છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ (Bollywood)ની પ્રખ્યાત સિંગર નેહા કક્કડ (Neha Kakkar) અને રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh)નાં લગ્નને બે મહિના થઇ ગયા છે. લગ્ન બાદ નેહૂએ તેનાં ફેન્સ સાથે ખુશખબરી પણ શેર કરી લીધી છે. નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહ જલ્દી જ માતા પિતા બનવાનાં છે. આ વાતની જાણકારી ખુદ નેહા અને રોહનપ્રીત સિંહે તેમનાં સોશિયલ મીડિયા પેજ પર આપી છે. આ ખબરની વચ્ચે નેહા અને રોહનપ્રીત એરપોર્ટ પર સ્પોટ થયા છે. બંનેની આ તસવીરો ઘણી વાયરલ થઇ રહી છે. (Photo Credit: instagram/@nehakakkar)


નેહા કક્કડ અને રોહનપ્રીત સિંહ બંનેને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યાં. આ દરમિયાન બંને હમેશાની જેમ હસતા જોવા મળ્યા હતાં. નેહા પિંક ટ્રેક સૂટમાં નજર આવી રહી છે. તો રહોન યલો કલરનાં જોગર અને લાઇટ બ્લૂ કલરની સ્વેટ શર્ટમાં નજર આવ્યો છે. (PHOTO: Viral Bhayani)


નેહા કક્કડે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પેજ પર એક ફોટો શેર કર્યો છે, જેમાં તે અને રોહનપ્રીત સિંહ સાથે નજર આવી રહ્યાં છે. આ ફોટો શેર કરતાં તેણે લખ્યું છે, ખ્યાલ રખ્યા કર.. તો રોહનપ્રીત સિંહે પણ નેહા કક્કડની ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે, 'હવે તો કંઇક વધારે જ રાખવું પડશે. ' (PHOTO: Viral Bhayani)


નેહા કક્કડને સોશિયલ મીડિયા પર ખુબ બધાં વધામણાં મળી રહ્યાં છે. તો કેટલાંક લોકોને લાગે છે કે, આ તેનાં આવનારા કોઇ સોન્ગનાં બોલ છે. આ તસવીર એક પબ્લિસિટી સ્ટંટ હોઇ શકે છે. (PHOTO: Viral Bhayani)


નેહા કક્કડ નાં ફોટોને કેપ્શન જોઇને કેટલાંક લોકોને લાગે છે આ પબ્લિસિટિ સ્ટંટ છે જેમાં તેણે ગત ગીત નેહૂ દા વ્યાહનાં ટાઇમ પર કર્યું હતું. (PHOTO: Viral Bhayani)


નેહા અને રોહનનાં લગ્ન 26 ઓક્ટોબરનાં થયા હતાં. તેમણે દિલ્હીનાં ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતાં. તેમનાં લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં. (PHOTO: Viral Bhayani)