

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની જાણીતી સિંગર નેહા કક્કડ (Neha Kakkar) ગત દિવસોમાં લગ્નને કારણે ચર્ચામાં છે લગ્ન બાદ નેહા કક્કડ તેનો પહેલો કરવા ચોથ ઉજવ્યો અને પતિ પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh)ની લાંબી ઉંમરની કામના કરતી દુઆઓ માંગી (PHOTO: @nehakakkar/Instagram)


કરવા ચોથ પર નેહા કક્કડે ફેન્સ સાથે એક વીડિયો શેર કર્યો હતો પણ વીડિયોથી વધુ ફેન્સને નેહાની કરવા ચોથની તસવીરોનો ઇન્તેઝાર હતો. નેહાએ એટલે જ મોડા મોડા તેનાં ફેન્સ માટે તસવીરો શેર કરી છે. (PHOTO: @nehakakkar/Instagram)


કરવા ચોથ પર નેહા એ રીતે તૈયાર થઇ કે તેનાં પરથી પતિ રોહનપ્રીત સિંહની નજર જ હટતી ન હતી. એક બે નહીં નેહાએ ઘણી બધી તસવીરો ફેન્સ સાથે શેર કરી છે જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યાં છે. (PHOTO: @nehakakkar/Instagram)


નેહા કક્કડે આ અંદાજમાં રોહનપ્રીતે ચારણીમાંથી જોયો કે તેનું હસવું રોકાવવાનું બંધ જ નહોતું થઇ રહ્યું. નેહાએ સંપૂર્ણ રીતિ રિવાજથી આ તહેવાર ઉજવ્યો. (PHOTO: @nehakakkar/Instagram)


નેહા કક્કડ તેનાં પહેલાં કરવા ચોથને લઇને ઘણી જ ઉત્સુક હતી. તેણે લાલ રંગનાં સૂટમાં તેની તસવીરો શેર કરી હતી. જેનાં પર ફેન્સ ભરપુર લાઇક્સ આપી રહ્યાં છે. (PHOTO: @nehakakkar/Instagram)


એક તસવીરમાં રોહનપ્રીત પણ ચારણીથી નેહાને જોતો નજર આવે છે. એવામાં ફેન્સને લાગે છે કે, રોહને પણ નેહા માટે કરવા ચોથનું વ્રત રાખ્યું હતું. (PHOTO: @nehakakkar/Instagram)