

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: જાણીતી સિંગર નેહા કક્કડ (Neha Kakkar)એ ગત દિવસોમાં પંજાબી સિંગર રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કર્યા છે. આ દિવસોમાં લગ્ન જરાં પણ ચર્ચામાં છે. તો આ લગ્નનાં ઘણાં પહેલાં પણ નેહા કક્કડની પર્સનલ લાઇફ ચર્ચામાં રહી હતી. આ તે સમય હતો જ્યારે એક્ટર હિમાંશ કોહલી (Himansh kohli) સાથે તેનું બ્રેકઅપ થયું હતું. તો નેહા-હિમાંશની આ પોસ્ટ ત્યારે ચર્ચામાં આવી ગઇ જ્યારે એક ફેક પોસ્ટ સોશિયલ મીડિયા પર તાબડતોડ વાયરલ થઇ ગઇ છે. આ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે, નેહાનાં એક્સ બોયફ્રેન્ડ હિમાંશ તેની માફી માંગી રહ્યાં છે. તે જ્યારે આ પોસ્ટ પોતે હિમાંશ કોહલીએ જોઇ તો તેનાં પર ગુસ્સો જાહેર કરે છે આ પોસ્ટમાં વાયરલ વીડિયોનું સત્ય બહાર આવ્યું છે. (Photo Credit- @kohlihimansh/@nehakakkar/Instagram)


ખરેખરમાં હિમાંશ કોહલીએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર સ્ટોરીમાં બે પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે નેહા કક્કડની માફી માંગવા પર તેનાં ફેક વીડિયો પર જવાબ આપ્યો છે. તેણે એક ખોટી પોસ્ટ ફેલાવનારા લોોક વિરુદ્ધ નારાજગી જાહેર કરી છે. તેણે ફેક પોસ્ટનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. (Photo Credit- @kohlihimansh/@nehakakkar/Instagram)


તેણે ફેક પોસ્ટનાં સ્ક્રીનશોટ શેર કરતાં લખ્યું છે કે, 'હું આ વાત પર ઘણો જ પરેશાન છુ કે, સોશિયલ મીડિયા પર આ પ્રકારનાં ષડયંત્રકારી કન્ટેટ પર પ્રતિબંધ ક્યારે લગાવવામાં આવશે. આ પ્રકારની બકવાસથી આખરે કોને ફાયદો થઇ રહ્યો છે? સૌથી વધુ પરેશાન કરનારી વાત છેકે, લોકો તેને શેર કરતા રહે છે. પ્લીઝ જાગો, અને આવી ઘૃણા અને ફેક પોસ્ટ ફેલાવનારા લોકોને રોકો.' (Photo Credit- @kohlihimansh/@nehakakkar/Instagram)


હિમાંશની આ પોસ્ટ પર તેણે તાબડતોડ પ્રતિક્રિયાઓ મળી રહી છે. હિમાંશની સાથે સાથે ઘણાં યૂઝર્સ પણ સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી એવી ફેક ખબર પર આપત્તિ જતાવી છે. (Photo Credit- @kohlihimansh/@nehakakkar/Instagram)