એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બિગ બોસ વિનર અને એક્ટ્રેસ ગૌહર ખાન (Gauhar Khan) તેનાં બોયફ્રેન્ડ કોરિયોગ્રાફર ઝૈદ દરબાર (Zaid Darbar) સાથે જલદી જ લગ્ન કરવાની છે. તેમનાં ઘરમાં લગ્નની ધામધૂમ શરૂ થઇ ગઇ છે. અને ઘરમાં નિકાહ પહેલાની વિધીઓ પણ શરૂ થઇ ગઇ છે. ઝૈદ અને ગૌહરે તેમનાં લગ્નને GaZa (ગાઝા) નામ આપ્યું છે. નિકાહ પહેલાં ચિક્સા રસમ પૂર્ણ થઇ ગઇ છે. જેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. જેમાં બંને પરિવાર જશ્ન મનાવતા નજર આવી રહ્યાં છે.
21 નવેમ્બરનાં અર્જુનની 6 કલાકથી વધુ સમય સુધી પુછપરછ થઇ હતી. ખરેખરમાં અર્જુન રામપાલ જે દવાઓનું પ્રિસ્ક્રિપ્શન NCBની પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું. તેની તારીખોમાં છેડછાડ કરવામાં આવી હોય તેવી આશંકા છે. આ દવા ડોક્ટરનાં પ્રિસ્ક્રિપ્શનથી જ મેડિકલ સ્ટોરમાંથી લઇ શકાય છે. NCBએ ડોક્ટરનો સંપર્ક કર્યો અને નિવેદન પણ લીધુ છે.
NCBએ અર્જુનની 16 ડિસેમ્બરનાં પૂછપરછ માટે બોલાવ્યો હતો. પણ તે હાજર થયો ન હતો. તેણે તેનાં વકિલનાં માધ્યમથી NCBની સમક્ષ હાજર થવાનો સમય માંગ્યો હતો. નવેમ્બર મહિનામાં NCBની ટીમે અર્જુન રામપાલનાં ઘરે રેઇડ પાડી હતી. જેમાં તેમણે મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણ જપ્તે કર્યા હતાં. માનવામાં આવે છે કે તેમનો ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ 16 ડિસેમ્બરનાં NCBએ ફરી અર્જુન રામપાલને પૂછપરછ માટે બોલાવ્યો હતો
તપાસ એજન્સીએ અર્જુનનાં ડ્રાઇવરની અટકાયત કરી લીધી છે અને તેની કલાકો પૂછપરછ પણ થઇ ગઇ છે. નવેમ્બર મહિનામાં NCBની પૂછપરછમાં અર્જુન રામપાલે કહ્યું હતું કે, 'કોઇ નિર્દોષની પ્રતિષ્ઠાનું ખૂન કરવું ખોટું છે. મારો ડ્રગ્સ સાથે કોઇ લેવા દેવા નથી. પણ આ કેસ અંગે NCB જે પ્રમાણે કામ કરી રહી છે તે યોગ્ય છે. NCBને તે વાત પર વિશ્વાસ છે કે મારે આ કેસમાં કોઇ લેવા દેવા નથી.'