એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: સાઉથ સિનેમા (South Cinema)ની લેડી સુપરસ્ટાર એક્ટ્રેસ નયનતારા (Nayanthara)એ ડિરેક્ટર વિગ્નેશ શિવન સાથે 9 જૂનનાં લગ્ન કર્યાં હતાં. આ લગ્ન બાદ કપલ તેમનું હનીમૂન (Nayanthara Honeymoon photos) થાઇલેન્ડમાં એન્જોય કરી રહ્યાં છે. એવામાં તેમની ત્યાંથી એક એક કરીને તસવીરો સામે આવી રહી છે. એવામાં એક વખત ફરી તેમની તસવીરો સામે આવી છે જેમાં તેઓ કપલ્સ ગોલ આપી રહ્યાં છે. (Photos- Nayanthara instagram )
કેટલીક તસવીરોમાં નયનતારા (Nayanthara-vignesh Shivan Photos) સેલ્ફી લઇ રહી છે અને વિગ્નેશ તેનું ફોટોશૂટ કરી રહ્યાં છે. તો કેટલાંકમાં વિગ્નેશ અને નયનતારા સાથે પોઝ આપી રહ્યાં છે. તેની તસવીરોને સાડા પાંચ લાખથી વધુ લાઇક્સ મળી ચૂકી છે. આ તસવીરો વિગ્નેશે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. (Photos- Nayanthara instagram )