શારીરિક શોષણનાં આરોપમાં ફસાયેલા નાના પાટેકરે સાજિદ ખાનનાં ડિરેક્શનમાં બની રહેલી ફિલ્મ 'હાઉસફુલ-4' છોડી દીધી છે. TOIમાં આવેલા સમાચાર મુજબ નાનાએ એક્ટ્રેસ તનુશ્રી દત્તા દ્વારા લગાવવામાં આવેલા યૌન શોષણનાં આરોપોને કારણે ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો છે.
2/ 4
નાના ઉપરતાં ફિલ્મનાં ડિરેકટર પર પણ એક એક્ટ્રેકસ રશેલ વ્હાઇટ, એક આસિસ્ટંટ ડિરેક્ટર સલોની ચોપરા અને એક પત્રકારે શારીરિક અને માનસિક શોષણનો આરોપ લગાવ્યો છે.
विज्ञापन
3/ 4
સાજિદ ખાને પણ નૈતિક જવાબદારી લેતા ફિલ્મ છોડી છે. આ વાતની જાણકારી તેણે ટ્વિટર પર આપી હતી. તો ફિલ્મનો અહમ હિસ્સો રહેલાં અક્ષય કુમારે પણ 'હાઉસફુલ-4'થી દૂરી બનાવી લીધી છે. તેણે ફિલ્મ 'હાઉસફુલ-4'નાં પ્રોડ્યુસર્સને શૂટિંગ કેન્સલ કરવા માટે અનુરોધ કર્યો છે.
4/ 4
તો બીજી તરફ અક્ષય કુમારે ટ્વિટર પર એક નિવેદન આપ્યું છે જેમાં તેણે કહ્યું છે કે, આ મામલે જ્યાં સુધી કોઇ નિર્ણ નહીં આવે ત્યાં સુધી ફિલ્મને રોકી દેવી જોઇએ. આ નિર્ણય અક્ષય કુમારે તેની પત્ની ટ્વિંકલ ખન્નાનાં મીટૂ અભિયાનમાં શામેલ થયા બાદ લીધો છે.