Home » photogallery » મનોરંજન » પ્રેગનેન્સી બાદ અબોર્શન, ઢોર માર સહન કર્યો, ફેમસ એક્ટ્રેસ સામંથાએ નાગા ચૈતન્ય પર લગાવ્યા સણસણતા આરોપ

પ્રેગનેન્સી બાદ અબોર્શન, ઢોર માર સહન કર્યો, ફેમસ એક્ટ્રેસ સામંથાએ નાગા ચૈતન્ય પર લગાવ્યા સણસણતા આરોપ

Naga Chaitanya Samantha Divorce Issue: સાઉથના ફેવરિટ કપલ સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યને અલગ થયાને એક વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેમની જોડી ઈન્ડસ્ટ્રીની ફેવરિટ જોડીઓમાંથી એક રહી છે. આજે ભલે તેઓ અલગ થઈ ગયા હોય, પરંતુ તેમના ફેન્સના મનમાં હજુ પણ એક પ્રશ્ન છે કે બંને અલગ કેમ થયા? જો કે, છૂટાછેડા દરમિયાન ઘણી અટકળો લગાવવામાં આવી હતી. જેમાં ચૈતન્યના ફેન્સે સામંથા પર ઘણા આરોપો લગાવ્યા હતા. તેમના લિંકઅપની ખબરો પણ આવી રહી છે. આવી સ્થિતિમાં હવે લેટેસ્ટ રિપોર્ટમાં તેમના અલગ થવાનું કારણ કંઈક બીજું હોવાનું સામે આવી રહ્યું છે.

विज्ञापन

  • 18

    પ્રેગનેન્સી બાદ અબોર્શન, ઢોર માર સહન કર્યો, ફેમસ એક્ટ્રેસ સામંથાએ નાગા ચૈતન્ય પર લગાવ્યા સણસણતા આરોપ

    સામંથા અને નાગા ચૈતન્યના લગ્ન માત્ર ચાર વર્ષ જ ટકી શક્યા. આ પછી, બંનેએ 2 ઓક્ટોબર, 2021 ના ​​રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા સેપરેશનની જાહેરાત કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા, જે પછી ઘણી અટકળો લગાવવામાં આવી હતી. તેમ છતાં તેમના છૂટાછેડાનું કારણ સ્પષ્ટ થયું નથી.

    MORE
    GALLERIES

  • 28

    પ્રેગનેન્સી બાદ અબોર્શન, ઢોર માર સહન કર્યો, ફેમસ એક્ટ્રેસ સામંથાએ નાગા ચૈતન્ય પર લગાવ્યા સણસણતા આરોપ

    તેવામાં હવે સામંથા અને નાગા ચૈતન્યના અલગ થયાના દોઢ વર્ષ બાદ તેનું રહસ્ય ખુલ્યું છે. ફિલ્મ ક્રિટિક્સ ઉમૈર સંધુએ તેમના છૂટાછેડાનો ખુલાસો કર્યો છે. તેના ટ્વિટ અનુસાર, સામંથાએ નાગા ચૈતન્ય પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે.

    MORE
    GALLERIES

  • 38

    પ્રેગનેન્સી બાદ અબોર્શન, ઢોર માર સહન કર્યો, ફેમસ એક્ટ્રેસ સામંથાએ નાગા ચૈતન્ય પર લગાવ્યા સણસણતા આરોપ

    જો રિપોર્ટ્સની માનીએ તો, સામંથા રૂથ પ્રભુએ નાગા ચૈતન્યથી તેના છૂટાછેડાનો આડકતરી રીતે ખુલાસો કર્યો છે. રિપોર્ટ અનુસાર, ફિલ્મ ક્રિટિક ઉમૈર સંધુએ ટ્વીટ કર્યું અને લખ્યું, 'સામંથા અનુસાર, નાગા ચૈતન્યએ તેની સાથે ખરાબ વર્તન કર્યું. તે ખૂબ જ ખરાબ પતિ છે.

    MORE
    GALLERIES

  • 48

    પ્રેગનેન્સી બાદ અબોર્શન, ઢોર માર સહન કર્યો, ફેમસ એક્ટ્રેસ સામંથાએ નાગા ચૈતન્ય પર લગાવ્યા સણસણતા આરોપ

    ઉમૈરે તેના ટ્વીટમાં સામંથા વિશે આગળ લખ્યું છે કે 'મેં મેન્ટલ ટોર્ચર સહન કર્યુ છે. મારપીટ સહન કરી (ફિઝિકલ ટોર્ચર). હું પ્રેગનેન્ટ હતી પરંતુ મારુ અબોર્શન કરાવ્યું. ભગવાનનો આભાર, મેં છૂટાછેડા લીધા અને તેનાથી અલગ થઈ ગઇ'. જો કે આ સમગ્ર મામલે સામંથા અને નાગા ચૈતન્યનું ઓફિશિયલ રિએક્શન સામે આવ્યું નથી.

    MORE
    GALLERIES

  • 58

    પ્રેગનેન્સી બાદ અબોર્શન, ઢોર માર સહન કર્યો, ફેમસ એક્ટ્રેસ સામંથાએ નાગા ચૈતન્ય પર લગાવ્યા સણસણતા આરોપ

    ફિલ્મ ક્રિટિકની આ ટ્વિટ સામે આવ્યા બાદ સામંથા અને નાગા ચૈતન્યના છૂટાછેડાનું કારણ ફરી એકવાર સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ચર્ચામાં આવી ગયું છે. કેટલાક લોકો વિશ્વાસ પણ નથી કરી શકતા કે આ સાચું છે?

    MORE
    GALLERIES

  • 68

    પ્રેગનેન્સી બાદ અબોર્શન, ઢોર માર સહન કર્યો, ફેમસ એક્ટ્રેસ સામંથાએ નાગા ચૈતન્ય પર લગાવ્યા સણસણતા આરોપ

    જો કે, સામંથા અને નાગા ચૈતન્ય આ દિવસોમાં તેમની કરિયર પર ધ્યાન આપી રહ્યા છે. જ્યારે સામંથા તેના બોલિવૂડ ડેબ્યૂ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે, ત્યારે ચૈતન્યએ આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે.

    MORE
    GALLERIES

  • 78

    પ્રેગનેન્સી બાદ અબોર્શન, ઢોર માર સહન કર્યો, ફેમસ એક્ટ્રેસ સામંથાએ નાગા ચૈતન્ય પર લગાવ્યા સણસણતા આરોપ

    વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, નાગા ચૈતન્યએ તેની આગામી તામિલ-તેલુગુ ફિલ્મ 'કસ્ટડી'ના છેલ્લા શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. બીજી તરફ, સમંથા રૂથ પ્રભુ આ દિવસોમાં 'સિટાડેલ' ઈન્ડિયાના શૂટિંગમાં વ્યસ્ત છે. આમાં અભિનેત્રી વરુણ ધવન સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

    MORE
    GALLERIES

  • 88

    પ્રેગનેન્સી બાદ અબોર્શન, ઢોર માર સહન કર્યો, ફેમસ એક્ટ્રેસ સામંથાએ નાગા ચૈતન્ય પર લગાવ્યા સણસણતા આરોપ

    સામંથા 'ખુશી', 'શાકુંતલમ' સાથે ઘણી ફિલ્મોમાં જોવા મળવાની છે, જેની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેના બોલિવૂડ ડેબ્યૂને લઈને ફેન્સ પણ ખૂબ જ એક્સાઇટેડ છે.

    MORE
    GALLERIES