'નચ બલિયે'માં પોતાનાં ઇન્ટ્રોમાં તેણે પર્સનલ લાઇફનાં સ્ટ્રગલ અંગે વાત કરી. તેણે કહ્યું કે, તેણે 16 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા હતાં. 17 વર્ષની ઉંમરે તેને બે જોડકા બાળકો ક્ષિતિજ અને સાગરને જન્મ આપ્યો. બાળકોનાં જન્મ બાદ એક વર્ષમાં એટલે 18 વર્ષની ઉંમરથી તે તેમને એકલાં જ પાળે છે. ઉર્વશીનાં દીકરાઓએ પણ તેની માનાં વખાણ કર્યાં.