એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર સુશાંત સિંઘ રાજપૂતના નિધન બાદ તેનાં મોતનો કોયડો ઉકેલવાં મુંબઇ પોલીસ લાગી ગઇ છે. આ મામલે તેમને 32 લોકોની પૂછપરછ કરી છે. હવે તેઓ એક નિષ્કર્ષ પર પહોચતા હોય તેમ લાગ છે. તેમણે નવો જ ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે, સુશાંતની આત્મહત્યાનાં કેસમાં આ કોઈ ષડયંત્ર નથી સુશાંતે ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી છે. એક પોલીસ અધિકારીનો દાવો છે કે સુશાંત ડિપ્રેશનની બે ખતરનાક બિમારીથી પીડાતો હતો
આ બિમારીનું નામ લેતાં અધિકારીએ દાવો કર્યો છે કે, સુશાંતને પૈરાનોયા અને બાઈપોલર ડિસઓર્ડર હતાં. લોકડાઉન પહેલાં સુશાંતે આ બિમારીના ઈલાજ માટે હિન્દુજા હોસ્પિટલમાં રોકાયો હતો. તેણે અહીં એક અઠવાડિયા સુધી ડિપ્રેશનની સારવાર લીધી હતી. તે અહીં જ ભરતી ભરતી થયો હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે એની માતા પણ ડિપ્રેશનનો શિકાર હતા અને તેની સારવાર પણ લાંબી ચાલી હતી.