Home » photogallery » મનોરંજન » મહિલા વિરોધી વિચારધારા સામે Mumbai Police: ‘કબીર સિંહ’, ‘દબંગ’ના ડાયલૉગ્સથી આપ્યો ખાસ મેસેજ

મહિલા વિરોધી વિચારધારા સામે Mumbai Police: ‘કબીર સિંહ’, ‘દબંગ’ના ડાયલૉગ્સથી આપ્યો ખાસ મેસેજ

મુંબઈ પોલિસે (Mumbai Police) મહિલા વિરોધી વિચારધારા વિરુદ્ધ સોશ્યલ મીડિયા (Social Media) ઉપર અભિયાન ચલાવ્યું છે. તેમાં બોલિવૂડ ફિલ્મોના વિવાદાસ્પદ ડાયલૉગનો (Bollywood Movie Dialogues) ઉપયોગ કરીને લોકોને પોતાના શબ્દો સમજી વિચારીને ઉપયોગ કરવાની સલાહ આપી છે.

  • 19

    મહિલા વિરોધી વિચારધારા સામે Mumbai Police: ‘કબીર સિંહ’, ‘દબંગ’ના ડાયલૉગ્સથી આપ્યો ખાસ મેસેજ

    હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સમયાંતરે એવી ફિલ્મો રિલીઝ થાય છે જેનું કન્ટેન્ટ મહિલા વિરોધી હોય છે. આ કન્ટેન્ટ યુવાનોની વિચારધારા પર ઊંડી અસર કરે છે. એવી ફિલ્મોમાં મહિલાઓને લઈને સ્ક્રિન પર આપત્તિનજનક કન્ટેનને સામાન્ય રીતે રજૂ કરવામાં આવે છે. મુંબઈ પોલસે (Mumbai Police initiative against misogyny) આ પ્રકારની મહિલા વિરોધી વિચારધારા વિરુદ્ધ સોશ્યલ મીડિયા પર અભિયાન શરૂ કર્યું છે. જેમાં બૉલીવુડ સ્ટાર સલમાન ખાનની ‘દબંગ’ (Dabangg) અને શાહિદ કપૂર–કિયારા અડવાણી સ્ટારર ‘કબીર સિંહ’ (Kabir Singh)ના વિવાદાસ્પદ ડાયલૉગનો ઉપયોગ કરીને લોકોને પોતાના શબ્દો સમજીવિચારીને ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે

    MORE
    GALLERIES

  • 29

    મહિલા વિરોધી વિચારધારા સામે Mumbai Police: ‘કબીર સિંહ’, ‘દબંગ’ના ડાયલૉગ્સથી આપ્યો ખાસ મેસેજ

    આ ફિલ્મો ઉપરાંત, ‘હમ તુમ્હારે હૈ સનમ’, ‘માલામાલ’, ‘દિલ ધડકને દો’ના ડાયલોગ પણ મૂકવામાં આવ્યા છે. મુંબઈ પોલિસ હંમેશા સામાજિક મુદ્દાઓને લઈને સોશ્યલ મીડિયા ઉપર પોતાનું અભિયાન ચલાવતી રહે છે. આ વખતે મુંબઈ પોલિસની સોશ્યલ મીડિયા ટીમે બૉલીવુડ સહિત લોકોમાં મહિલા વિરોધી વિચારધારાને લઈને અભિયાન ચલાવ્યું છે.

    MORE
    GALLERIES

  • 39

    મહિલા વિરોધી વિચારધારા સામે Mumbai Police: ‘કબીર સિંહ’, ‘દબંગ’ના ડાયલૉગ્સથી આપ્યો ખાસ મેસેજ

    મુંબઈ પોલિસે પોતાની પોસ્ટમાં ‘LetsNotNormaliseMisogyny’, ‘MindYourLanguage’ અને ‘WomenSafety’ જેવા હેશટેગનો ઉપયોગ કર્યો છે. સાથે જ તેમાં ‘દબંગ’ અને ‘કબીર સિંહ’ ઉપરાંત 2013ની સાલમાં રિલીઝ થયેલી ‘ચશ્મે બદ્દુર’ અને ‘ઉજડા જમન’ જેવી ફિલ્મોના ડાયલૉગનો ઉપયોગ કર્યો છે. સોશ્યલ મીડિયા ઉપર મુંબઈ પોલિસની આ પહેલને અત્યંત પસંદ કરવામાં આવી રહી છે અને લોકો તેનું ભરપૂર રિએક્શન આપી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 49

    મહિલા વિરોધી વિચારધારા સામે Mumbai Police: ‘કબીર સિંહ’, ‘દબંગ’ના ડાયલૉગ્સથી આપ્યો ખાસ મેસેજ

    સિનેમા આપણા સમાજનો અરીસો છે- મુંબઈ પોલિસે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું હતું કે, સિનેમા આપણા સમાજનો અરીસો છે, જેમાં આપણે એવા ડાયલૉગનો ઉપયોગ કરી રહ્યા છીએ જેના પર આપણા સમાજ અને સિનેમા ઇન્ડસ્ટ્રીએ નજર કરવાની જરૂર છે.

    MORE
    GALLERIES

  • 59

    મહિલા વિરોધી વિચારધારા સામે Mumbai Police: ‘કબીર સિંહ’, ‘દબંગ’ના ડાયલૉગ્સથી આપ્યો ખાસ મેસેજ

    આપણા શબ્દોની સાથે આપણે પોતાના વર્તનને લઈને ધ્યાન રાખવું જોઈએ. જો તમે એવું નથી કરતા તો કાયદો તેમાં દખલ દેશે.’ શેર કરવાના એક કલાક બાદ જ આ પોસ્ટને 30,000 થી વધારે લાઈક્સ મળ્યા હતા. લોકો મુંબઇ પોલિસની આ પહેલના ભરપેટ વખાણ કરી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 69

    મહિલા વિરોધી વિચારધારા સામે Mumbai Police: ‘કબીર સિંહ’, ‘દબંગ’ના ડાયલૉગ્સથી આપ્યો ખાસ મેસેજ

    યુઝર્સે શું લખ્યું?-જિનશાઇના નામના યૂઝરે લખ્યું કે, આ મુદ્દાની અત્યંત જરૂર હતી. જે પણ મુંબઇ પોલિસનું સૌશિયલ મિડીયા હેન્ડલ કરે છે તેઓ વખાણના પાત્ર છે અને તેમનો ખૂબ ધન્યવાદ

    MORE
    GALLERIES

  • 79

    મહિલા વિરોધી વિચારધારા સામે Mumbai Police: ‘કબીર સિંહ’, ‘દબંગ’ના ડાયલૉગ્સથી આપ્યો ખાસ મેસેજ

    ત્યાં જ અન્ય એક યુઝરે લખ્યું હતું કે, મુંબઇ પોલિસ આ કેમ્પેન માટે કબીર સિંહ ફિલ્મના તમામ ડાયલૉગ્સનો ઉપયોગ કરી શકે છે.

    MORE
    GALLERIES

  • 89

    મહિલા વિરોધી વિચારધારા સામે Mumbai Police: ‘કબીર સિંહ’, ‘દબંગ’ના ડાયલૉગ્સથી આપ્યો ખાસ મેસેજ

    આ તમામ તસવીરો મુંબઇ પોલીસનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લવામાં આવી છે. (Photo-Instagram)

    MORE
    GALLERIES

  • 99

    મહિલા વિરોધી વિચારધારા સામે Mumbai Police: ‘કબીર સિંહ’, ‘દબંગ’ના ડાયલૉગ્સથી આપ્યો ખાસ મેસેજ

    આ તમામ તસવીરો મુંબઇ પોલીસનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લવામાં આવી છે. (Photo-Instagram)

    MORE
    GALLERIES