મુંબઇ: ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા જેવાં પ્રખ્યાત ટીવી શોમાં કામ કરનારી બે એક્ટ્રેસની મુંબઇ પોલીસે ચોરીનાં આરોપમાં ધરપકડ કરી છે. આ બંને પર તેમનાં જ મિત્રનાં ઘરમાંથી ત્રણ લાખ રૂપિયા 28 હજાર ચોરવાનો આરોપ છે. ગોરેગાંવ પૂર્વ તરફથી પોલીસે બંને એક્ટ્રેસની ધરપકડ કરી છે. આ બંનેએ જે પોલીસને જણાવ્યું તે મુજબ, લોકડાઉનને કારણે કામકાજ ઠપ થવાથી પરેશાન થઇ આવું કૃત્ય કર્યું છે.
જાણકારી મુજબ, ટીવી સીરિયલ ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા જેવાં પ્રખ્યાત ટીવીશોમાં કામ કરનારી 2 એક્ટ્રેસ કોરોના કાળમાં થયેલાં લોકડાઉનનાં કારણે આર્થિક રીતે મુશ્કેલી થતી હતી. સીરિયલની શૂટિંગ બંધ થવાને કારણે બંને પાસે પૈસાની કમી થઇ ગઇ હતી. તેમનો એક મિત્ર આરે કોલોનીમાં પેઇન ગેસ્ટ ચલાવે છે. જ્યાં 18 મેનાં તે બંને આવી હતી. અહીં પહેલાં જ એક પેઇંગ ગેસ્ટ રહેતી હતી. અહીં રહેતા દરમિયાન એક દિવસ તક મળતાં જ બંને એક્ટ્રેસ પેઇંગ ગેસ્ટનાં લોકઅપમાં રાખેલાં 3 લાખ 28 હજાર લઇ ત્યાંથી રફૂચક્કર થઇ ગઇ હતી.
પેઇંગેસ્ટે આ મામલે પોલીસને ઘટના જણાવી અને ફરિયાદ લખાવી હતી અને આશંકા જાહેર કરતી હતી કે, એક્ટ્રેસ સુરભિ શ્રીવાસ્તવ (25) અને મોસિના મુખ્તાર શેખ (19) પર તેનાં પૈસાની બેગ ચોરવાનો આરોપ છે. પોલીસ તપાસ દરમિયાન સોસાયટીનાં પ્રાંગણમાં લાગેલાં CCTV ફૂટેજ તપાસ કરવામાં આવતાં બંને બહાર જતા દેખાય છે. જ્યારે પોલીસે બંનેનાં CCTV ફૂટેજ બતાવ્યાં તો બંને પોટલી લઇ જતા સ્પષ્ટ નજર આવે છે. ત્યારે તે તૂટી ગઇ અને પોતાનો ગૂનો કબૂલ કરી લીધો.
આરે થાનેની વરિષ્ઠ પોલિસ નિરીક્ષક નૂતન પવારનાં જણાવ્યું કે, બંને ટીવીનાં ચર્ચિત શો ક્રાઇમ પેટ્રોલ અને સાવધાન ઇન્ડિયા ઉપરાંત ઘણી વેબ સીરીઝ અને ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. પોલીસે તેમની પાસેથી ચોરીનાં 60 હજાર રૂપિયા મેળવ્યાં છે. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં છે. કોર્ટે બંનેને 23 જૂન સુધી પોલીસ અટકાયતમાં રાખવાનો આદેશ છે.