હાલમાં જ મુકેશ ભટ્ટની પુત્રી સાક્ષીના લગ્ન તેના બોયફ્રેન્ડ મઝાહિર સાથે થયા. 25મી જાન્યુઆરીએ મુંબઇમાં તેમના લગ્નનું રિસેપ્શન યોજાયું હતું. જેમાં અમિતાભ, આમિર ખાન, રીતિક રોશન, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ જેવા દિગ્ગજ સ્ટાર્સ જોવા મળ્યા હતા. રિસેપ્શનમાં સાક્ષી સિલ્વર ગાઉનમાં જોવા મળી હતી, જ્યારે આલિયા વ્હાઇટ લહેંઘામાં સુંદર લાગી રહી હતી.