એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક:કોરોના વાયરસની વચ્ચે ટીવી ક્વિન એકતા કપૂર (Ekta Kapoor)એ દિવાળી પાર્ટી (Diwali Party)નું આયોજન કર્યુ, જેમાં ટીવી ઇન્ડસ્ટ્રીનાં ઘણાં સ્ટાર્સ આવ્યાં હતાં. કોરોના મહામારી હોવા છતાં દરેક વખતની જેમ આ વખતે પણ એકતાએ પાર્ટીનું આયોજન કર્યું. પણ આ વખતે દર વર્ષની સરખામણીએ ઓછા સ્ટાર્સે હાજરી આપી હતી. તેમ છતાં આ વખતે એકતા કપૂરની આ દિવાળી પાર્ટી લોકોનું ધ્યાન ખેંચવામાં કામયાબ રહી. તો ચાલો નજર કરીએ કોણ કોણ આવ્યું હતું આ દિવાળી પાર્ટીમાં. (Photo Credit: Viral Bhayani)