ટીવી બાદ એક્ટ્રેસ મૌની રોય બોલિવૂડમાં પોતાની સુંદરતા અને એક્ટિંગથી પોતાની અલગ ઓળખ બનાવી ચુકી છે. સોશિયલ મીડિયા પર પણ એક્ટ્રેસ છવાયેલી રહે છે અને હંમેશા પોતાના હૉટ અને સિઝલિંગ ફોટો શેર કરતી રહે છે. હાલમાં જ તેણી પોતાના બિકીની ફોટોને કારણે ચર્ચામાં હતી. ત્યારબાદ એક્ટ્રેસનું નવું ફોટોશૂટ સામે આવ્યું છે જેમાં તેણી ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. ફોટોઃ @imouniroy
મૌની આ આઉટફીટમાં સ્ટાઇલ આઇકન એવોર્ડમાં જોવા મળી હતી. આ ઈવેન્ટમં જ્હાન્વી કપૂર, મલાઈકા અરોરા, અર્જૂન કપૂર, રશ્મિકા મંદાના, અનુષ્કા શર્મા, કૃતિ સેનન, વરુણ ધવન સહિત લગભગ તમામ બોલિવૂડ સ્ટાર્સ જોવા મળ્યા હતાં. શોબિઝની દુનિયામાં જાણીતી હસ્તીઓ આ ઈવેન્ટમાં ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી. ફોટોઃ @imouniroy